GSTV
Home » News » બર્થ ડે સ્પેશ્યિલ : નરેન્દ્ર મોદી વિશે એવી બાબતો ન કોઈ દિવસ જાણી હશે કે ન ક્યાંય વાંચી હશે

બર્થ ડે સ્પેશ્યિલ : નરેન્દ્ર મોદી વિશે એવી બાબતો ન કોઈ દિવસ જાણી હશે કે ન ક્યાંય વાંચી હશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. આપ નરેન્દ્ર મોદીને ચાહી શકો, ધિક્કારી શકો પણ અવગણી તો ના જ શકો. સિક્કાની બે બાજુ હોય તેમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના પણ બે ચહેરા છે વિવાદ અને વિકાસ.

નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. મોદીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો.

મોદીના ફેન ફોલોઇંગમાં સુપરસ્ટાર્સથી માંડી ક્રિકેટર્સનો સમાવેશ

મોદીના ફેન ફોલોઇંગમાં બોલિવુડ સુપરસ્ટાર્સથી માંડી ક્રિકેટર્સ અને નેતાઓનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીને લોકો પસંદ કરે છે તેનું કારણ છે તેમનું વિઝન, દૂરંદેશીપણું. મોદી ગુજરાતનો વહીવટ રાજકારણી કમ સીઈઓની જેમ કરે છે. વાઈબ્રન્ટ ગુજરાત’ દ્વારા મોદી દુનિયાભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા આકર્ષી ચૂક્યા છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે તે માટે સરકારે અહીં સાનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું છે.

PM મોદીને બાળપણમાં એક્ટિંગ કરવી ખૂબ ગમતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઇ સોમાભાઇ મોદીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને બાળપણમાં એક્ટિંગ કરવી ખૂબ ગમતી હતી. તેમણે કહ્યું હતું કે બાળપણમાં મોદીને રમવું અને એક્ટિંગ કરવી ખૂબ ગમતાં. તેમણે જોગીદાસ ખુમાણ’ નામના નાટકમાં રોલ પણ ભજવ્યો હતો. તેઓ બાજરાના રોટલાને ભારે ઉત્સાહપૂર્વક આરોગતા. સોમાભાઇએ કહ્યું કે PM મોદીને બાળપણમાં કોઇ વાતે ગુસ્સો ચડે તો એક ખૂણામાં જઇને બેસી જતાં.

માતાના ખૂબ જ નિકટ છે PM મોદી

PM મોદી માતાના ખૂબ જ નિકટ છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે. મોદીએ કહે છે, માની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.

બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી

PM મોદીને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી. શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય જતા રહ્યાં હતા. અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા. જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો. હિમાલયમાંથી પરત ફર્યા પછી મોદીએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચાનો સ્ટોલ ચલાવવાનું શરૂ કર્યો.

મોદી પરના વિવાદો ક્યારેય ઓછા થયા નથી

મોદી પરના વિવાદો ક્યારેય ઓછા થયા નથી તો સાથે સાથે તેમના ગુણગાન ગાનારા લોકોની સંખ્યા પણ એટલી જ છે. ગુજરાત રમખાણો પછી તો વિરોધીઓએ મોદીની ટીકા કરવાની છોડવાની કોઈ તક નથી છોડી. છતાં પણ ગુજરાતમાં મોદીની લોકપ્રિયતાને કોઈ આંચ ન આવી તેથી જ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લોકપ્રિય છે. ગુજરાતને આગળ લાવવામાં મોદીનો ફાળો અમૂલ્ય છે. આ વાત ટાઈમ્સ પત્રિકાએ પણ મોદીનો ફોટો કવરપેજ પર આપીને કબૂલી હતી.

મોદીને વીઝા ન આપનાર અમેરિકા આજે મોદી પર ઓળઘોળ

2002ના રમખાણો પછી મોદીને વીઝા ન આપનાર અમેરિકા આજે મોદી પર ઓળઘોળ છે. મોદીને વિઝા આપવાની અમેરિકાની ચળવળ શરૂ હતી. બરાક ઓબામાએ પણ મોદી પર મુકાયેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો.

2002માં ગુજરાતમાં થયેલા રમખાણો માટે મોદી વિરૂદ્ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતાના ભંગ બદલ તેમના પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો હતો. 21 સપ્ટેમ્બરના રોજ મોદી અમેરિકાના પ્રવાસે જશે. ત્યાં હ્યુસ્ટનમાં એક મેગા શો ‘Howdy Modi’ને સંબોધિત કરશે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની રેલમાં ભાગ લેવાના છે.

બાળપણથી પ્રધાનમંત્રી સુધી પહોંચવાની ટુંકી ગાથા

 • હાઈસ્કુલ શિક્ષણ દરમ્યાન નાટકોમાં ભાગ લીધેલો
 • ગામના તળાવમાં મગરો વચ્ચે તરીને મગરના બચ્ચાને પકડી સ્કુલમાં લઇ ગયેલા.
 • પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ 14 વર્ષની કિશોર વયે તેમણે વડનગર સ્ટેશન બહાર આવેલા એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કરતા
 • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.
 • 1987 – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
 • 1990 – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 • 1994 – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
 • 1995 – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.
 • 1998 – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.
 • 7મી ઓક્ટોબર,2001: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. જીવનમાં પહેલો મોટો બ્રેક.
 • ઓક્‍ટોબર 2001: ગોધરાકાંડ બાદ તેઓ ભારે દબાણમાં આવી ગયા. ત્યારબાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ.
 • જાન્યુઆરી, 2001- વિનાશક ભુકંપ સહિતની અન્ય ઘણી કુદરતી આપત્તિઓની વિપરિત અસરોમાંથી પસાર થઇ રહ્યું હતું. પ્રતિકૂળ પરિસ્થિતિઓને તેમણે કેવી રીતે સર્વાંગી વિકાસના અવસરોની તકમાં ફેરવી દીધી તેનો બોલતો પુરાવો ભૂજ શહેર છે.
 • 2002 -વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
 • 2005 – ‘ધાર્મિક અસહિષ્ણુતા’નું કારણ આપીને અમેરિકાએ તેમને ટ્રાવેલ વિઝા આપવાનો ઈનકાર કર્યો જે આજ દિન સુધી અમલમાં છે.
 • 2007 – ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.
 • 2011/2012 – મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવા મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
 • 26, ડિસેમ્બર 2012 – ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. 182માંથી 115 બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.
 • 17મી સપ્ટેમ્બર, 2012 – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં 4000 દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .
 • 2013: 9 જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની 2014ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા. આવી બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની 17 વર્ષ જૂની દોસ્તી તોડી નાખી.
 • 13 સપ્ટેંબર 2013 – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.
 • 26, મે- 2014 – ભારતના વડાપ્રધાન પદે શપથ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા સન્માન

 • પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન
 • આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા TIME મેગેઝીનની એશિયા આવૃતિના એક અંકના મુખ પૃષ્ઠ ઉપર એમના ચિત્ર સાથે લેખ
 • કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા” દ્વારા ઇ-રત્ન
 • 30 જાન્યુઆરી 2006 – “ઇન્ડિયા ટુડે” દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.
 • 5 ફેબ્રુઆરી 2007 – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા
 • 25 ઑગસ્ટ 2009 – FDI magazine દ્વારા વર્ષ 2009 માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!