GSTV
Home » News » B’day Special : 4 વર્ષની ઉંમરે શરૂ કરી કારકિર્દી, આ ફિલ્મોએ બનાવી પ્રથમ ફિમેલ સુપરસ્ટાર

B’day Special : 4 વર્ષની ઉંમરે શરૂ કરી કારકિર્દી, આ ફિલ્મોએ બનાવી પ્રથમ ફિમેલ સુપરસ્ટાર

બોલિવૂડની એ અપ્રતિમ ચાંદની. જેનો ઝગમગાટ 50 વર્ષો સુધી રહ્યો. હિન્દી ફિલ્મ જગતની સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર. આ ખિતાબ માટે શ્રીદેવી સિવાય બીજુ કોઈ નામ વિચારી ન શકાય. વર્ષ 1993માં બોલિવૂડના લેજેન્ડરી ફિલ્મમેકર સ્વ. યશ ચોપરાએ કહ્યુ હતું કે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા સારી છે. પણ શ્રીદેવી ઈઝ ધ બેસ્ટ.

70નો દાયકો હોય કે 80નો દાયકો. શ્રીદેવી જેવી મંત્રમુગ્ધ કરનારી અભિનેત્રી એક પણ જોવા નથી મળી. 4 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી દેનારી શ્રીદેવીએ રાતોરાત સફળતા નહોતી મેળવી. 1967માં શ્રીદેવીએ એક તામિલ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાના કામની શરૂઆત કરી હતી. તેના પછી શ્રીદેવીએ ફિલ્મ જુલી સાથે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો.

આ એ સમય હતો જ્યારે તેઓ તમિલ, તેલૂગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરતા હતાં. 1976માં શ્રીદેવીને એક મોટો બ્રેક મળ્યો. ફિલ્મકાર કે બાલચંદરને મુદ્રુ મુદીચું નામની એક તામિલ ફિલ્મમાં કમલ હાસન અને રજનીકાંત જેવા એક્ટર્સ સામે કાસ્ટ કર્યા અને આ ફિલ્મ ઘણી પસંદ કરાઈ.

સાઉથની ફિલ્મોમાં શ્રીદેવી ઓળખીતા બનવા લાગ્યા હતા. માત્ર તામિલ તેલુગુ અને મલયાલમ ફિલ્મો જ નહીં પણ કન્નડ ફિલ્મોમાં પણ શ્રીદેવીનો જાદુ વિખેરાતો જોવા મળતો. પણ 80ના દાયકાની શરૂઆતમાં શ્રીદેવીએ હિન્દી ફિલ્મોમાં પણ સત્તાવાર પ્રવેશ કર્યો.

1979માં સોલવા સાવનમાં તેઓ હિરોઈન તરીકે જોવા મળ્યા. જો કે આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. પણ શ્રીદેવીએ વાતથી અજાણ હતાં કે તેમની કિસ્મત બદલવાની છે.

1983માં હિરો જીતેન્દ્ર સાથેની ફિલ્મ હિમ્મતવાલા શ્રીદેવી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. હિમ્મતવાલા એક એવી ફિલ્મ હતી જેનું સંગીત પણ સુપરહિટ રહ્યુ અને જીતેન્દ્ર સાથે શ્રીદેવીની જોડી પણ. આ ફિલ્મ પછી જીતુજી અને શ્રીદેવીની જોડી તોહફા, મવાલી અને જસ્ટિસ ચૌધરી જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

શ્રીદેવીએ જીતેન્દ્ર સાથે 9 ફિલ્મો, અનિલ કપૂર સાથે 9 ફિલ્મો અને રિશી કપૂર સાથે 8 જેટલી ફિલ્મોમાં કામ કર્યુ. જેમાંથી મોટાભાગની સફળ રહી. જો કે, કમલ હાસન સાથે તેમણે રેકોર્ડ બ્રેક 13 ફિલ્મોમાં અભિનય આપ્યો.

શ્રીદેવી અને કમલની જોડી સ્ક્રિન પરની અમુક શ્રેષ્ઠ જોડીઓમાંથી એક ગણાતી. લોકોને તો નવાઈ લાગતી કે આ બન્ને રિઅલ લાઈફમાં ક્યારે એકબીજાના પ્રેમમાં કેમ ન પડ્યા.

 

 

શ્રીદેવીએ તેમના 50 વર્ષની ફિલ્મી કરિયરમાં 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની છેલ્લી ફિલ્મ મોમ 300મી ફિલ્મ હતી. હિન્દી ફિલ્મ જગતમાં તેમના અનેરા યોગદાન બદલ તેમને વર્ષ 2013માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

આ સિવાય તેમને બેસ્ટ એક્ટ્રેસ તરીકે 5 ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે. સાથે 1971માં તેમની ફિલ્મ પૂમ્બટ્ટા માટે એસ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીતે કેરળ રાજ્ય સરકારે તેમને વિશેષ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

 

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!