GSTV
Home » News » B’day Special :પૂર્વ મિસ ઇન્ડિયા છે પરેશ રાવલની જીવનસાથી, પહેલી નજરે થયો હતો પ્રેમ

B’day Special :પૂર્વ મિસ ઇન્ડિયા છે પરેશ રાવલની જીવનસાથી, પહેલી નજરે થયો હતો પ્રેમ

પરેશ રાવલ બોલીવુડમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતા છે. પોતાના અભિનયના દમ પર આજે તેઓ દુનિયાભરમાં જાણીતા છે.  પોતાની કારકિર્દીની શરૂઆતમાં એક વિલન તરીકે પોતાને સ્થાપિત કર્યા બાદ તેમણે કૉમેડી પર હાથ અજમાવ્યો. પરેશના જન્મ દિવસે ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

પરેશનો જન્મ મુંબઇમાં રહેતા એક ગુજરાતી પરિવારમાં 30 મે, 1950ના રોજ થયો હતો. તેમણે મુંબઇમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.

પરેશના લગ્નજીવન અને પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. પરેશે 1979માં મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા હતા.

પરેશે 1975માં પહેલીવાર સ્વરૂપને એક ઇવેન્ટમાં જોયા હતા. તે જ સમયે તેમણે સ્વરૂપ સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો.

પરેશ અને સ્વરૂપના બે બાળકો છે અનિરુદ્ધ અને આદિત્ય.

 

ફિલ્મોમાં આવતા પહેલાં પરેશે થોડા સમય માટે બેન્ક ઑફ બરોડામાં કામ કર્યુ હતું. તે પછી તેમને અહેસાસ થયો કે તેઓ ફિલ્મ ઉદ્યોગ માટે બન્યાં છે. પરેશે હોલી ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં આમિર ખાન એક કૉલેજ સ્ટુડન્ટના રોલમાં હતા. આ ફિલ્મમાં પરેશે એક પ્રદર્શનકારીનું પાત્ર ભજવ્યું હતું.

પરેશ રાવલની સૌથી લોકપ્રિય ફિલ્મ છે ઓહ માય ગોડ. આ ફિલ્મને પરેશે પ્રોડ્યુસ પણ કરી હતા. આ ફિલ્મ પરેશના જ નાટક કૃષ્ણ અને કન્હૈયા પરથી બની હતી.

પરેશ રાવલને બે વાર નેશનલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંચ 2014માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પરેશ હવે સંજય દત્તની બાયોપિક સંજૂમાં તેમના પિતા સુનિલ દત્તની ભુમિકામાં જોવા મળશે.

Related posts

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

અપાચે અટેક હેલીકોપ્ટરની રાહ થઈ પુરી, આ મહિનાનાં અંતમાં હિંડન એરબેસ પર પહોંચશે પહેલી ખેપ

Mansi Patel

દાહોદ નવજીવન આર્ટ્સ & કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા તાળાબંધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!