GSTV

B’day Special: મધુર કંઠની મલ્લિકાના નામે UKમાં ઉજવાય છે ‘શ્રેયા ઘોષાલ ડે’, એક રિયાલીટી શૉએ બદલી નાંખ્યુ જીવન

Shreya Ghoshal

Last Updated on March 12, 2019 by Mayur Vora

મધુર કંઠની મલ્લિકા અને બોલીવુડમાં પ્લેબેક સિંગિંગમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરનાર શ્રેયા ઘોષાલ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. શ્રેયા તે ગણતરીના સિંગર્સમાંથી છે જેણે એક કે બે નહી પૂરા 4 નેશનલ અવોર્ડ જીત્યાં છે. આ ઉપરાંત તેણે 6 ફિલ્મફેર અવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. સિંગિંગમાં અવોર્ડ જીતવાનો સિલસિલો ઘણો લાંબો છે પરંતુ આજે તેના જન્મદિવસે અમે તમને જણાવીશું શ્રેયાના જીવનની કેટલીક ખાસ વાતો.

શ્રેયા ઘોષાલનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો. તેણીનું બાળપણ પ્રારંભમાં રાજસ્થાન, કોટા નજીકના એક નાના સરખા કસ્બા રાવતભાટા ખાતે વીત્યું. તેણી એક ઉચ્ચ શિક્ષિત પરિવારમાંથી આવે છે. તેણીના પિતા ભાભા પરમાણુ અનુસંધાન કેંદ્ર ખાતે નાભિકીય ઊર્જા સંયંત્ર એન્જીનિયર તરીકે ભારતીય નાભિકીય ઊર્જા નિગમમાં સેવા બજાવી રહ્યા છે, જ્યારે તેણીની માતા સાહિત્યની સ્નાતકોત્તર છાત્રા છે.

ચાર વર્ષની ઉંમરથી જ શ્રેયા ઘોષાલે હારમોનિયમ પર પોતાની માતા સાથે સંગત કરવા માંડી હતી. તેણીના માતા-પિતાએ તેણીને કોટા ખાતે મહેશચંદ્ર શર્મા પાસે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું વિધિવત શિક્ષણ મેળવવા માટે મોકલી.

બાળક તરીકે ઝી ટીવી પર સા રે ગા મા (હાલમાં સા રે ગા મા પા) કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન સ્પેશલ એપીસોડની પ્રતિયોગિતાનો ખિતાબ તેણીએ જીતી લીધો હતો. આ સમયે આજના પ્રસિદ્ધ ગાયક સોનૂ નિગમએ આ કાર્યક્રમના યજમાન તરીકે સેવા આપી હતી. કલ્યાણજી (સંગીતકાર), કે જેઓ પ્રતિયોગિતાના નિર્ણાયક હતા.

18 વર્ષની ઉંમરે વર્ષ 2000માં તેણીએ ‘દેવદાસ’માં ઇસ્માઇલ દરબારના સંગીત નિર્દેશનમાં પાંચ ગીતો ગાયા અને તેનાથી તેણે બોલિવુડમાં એન્ટ્રી કરી અને થોડા જ સમયમાં તે અલ્કા યાજ્ઞીક, સુનિધિ ચૌહાણ, સાધના સરગમ અને કવિતા કૃષ્ણમૂર્તિ સાથે પાર્શ્વ ગાયિકા બની ગઇ. આ ગીતે તેને સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર પુરસ્કાર અપાવ્યો અને સાથે જ નવી પ્રતિભાઓને આપવામાં આવતો આર.ડી.બર્મન પુરસ્કાર પણ તેને આપવામાં આવ્યો. 

વર્ષ 2013માં શ્રેયા ઘોષાલને સંગીત જગતમાં આપેલા અદ્વિતિય યોગદાન માટે યુનાઇટેડ કિંગ્ડમે House Of Commons Of The United Kingdomનું સન્માન આપવામાં આવ્યુ. આ લંડનમાં કોઇપણ ભારતીય ગાયકને આપવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટુ સન્માન છે. આ ઉપરાંત લંડનમાં 26 જૂનને શ્રેયા ઘોષાલ ડે તરીકે ઉજવવામાં આવે છે.

જણાવી દઇએ કે શ્રેયાએ દેવદાસ ઉપરાંત જિસ્મ, ઇમ્તેહાં, આઉટ ઓફ કંટ્રોલ, મુન્નાભાઇ MBBS, ધૂમ, LOC કારગિલ, ક્રિશ, ગજની, 3 ઇડિયટ્સ, P.K. જેવી અનેક ફિલ્મોમાં ગીતો ગાયા છે. તેણીએ 6 નેશનલ ફિલ્મ ફેર એવોર્ડસ જીત્યા છે. શ્રેયા ‘ઇન્ડિયન આઇડલ’, ‘અમૂલ વોઇસ સ્ટાર ઓફ ઇન્ડિયા છોટે ઉસ્તાદ’માં જજ પણ રહી ચુકી છે.   

Read Also

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!