GSTV

Birthday Special : સાત ધોરણ પાસ છે જ્હોની લીવર, ફિલ્મોમાં આવતા પહેલા કરતો હતો આ કામ

Birthday Special

Last Updated on August 14, 2020 by Arohi

બોલિવૂડના સુપ્રસિદ્ધ કોમેડી સ્ટાર જ્હોની લીવરનો આજે જન્મદિવસ (Birthday Special) છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે અને વર્ષોથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. એમ કહેવામાં આવે છે ને કે દરેક સફળ માણસની પાછળ એક કહાની હોય છે તો જ્હોની લીવરે પણ જે સિદ્ધિ હાંસલ કરી છે તેની પાછળ પણ ઘણો સંઘર્ષ છુપાયેલો છે. જ્હોની લીવરનું અસલી નામ જ્હોન પ્રકાશ રાવ જનુમાલા છે.

જ્હોની લીવર સાત ધોરણ સુધી જ ભણ્યો છે

આંધ્ર પ્રદેશમાં જન્મેલા જ્હોની લીવરનો ઉછેર મુંબઈની ધારાવીમાં થયો હતો. પિતા પ્રકાશ રાવ એક ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકેની નોકરી કરતા હતા અને માતા ઘરની સાર-સંભાળ લેતા હતા. જ્યારે જ્હોની સાતમા ધોરણમાં હતો ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ અત્યંત કથળી ગઈ હતી જેને કારણે તેણે સાતમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. જ્હોનીના સંઘર્ષની કહાની અહીંથી જ શરૂ થાય છે.

મુંબઈના ગલીઓમાં પેન વેચતો હતો

જ્યારે જ્હોની લીવરના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી ત્યારે તેણે કામ કરીને પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું. તે મુંબઈની ગલીઓમાં બોલિવૂડ સ્ટાર્સની નકલ કરીને પેન વેચતો હતો. આ સાથે તે કલાકારોની જેમ ડાન્સ પણ કરતો હતો. બાદમાં તેના પિતાએ તેને હિન્દુસ્તાન લીવરમાં નોકરી અપાવી દીધી હતી.

Birthday Special

આ રીતે મળ્યો બોલિવૂડમાં બ્રેક

હિન્દુસ્તાન લીવર ફેક્ટરીમાં કામ કરતી વખતે જ્હોની તેની મિમિક્રી અને કોમેડીથી લોકોને હસાવતો હતો. બેબી તબ્બસુમે જ્હોનીને ફિલ્મ ‘તુમ પર હમ કુરબાન’માં પહેલો બ્રેક આપ્યો હતો, ત્યારબાદ સુનીલ દત્તે જ્હોની તેની ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’માં તક આપી હતી. તેની બોલિવૂડ કરિયરની શરૂઆત અહીંથી થઈ હતી.

બોલિવૂડની આ ફિલ્મોમાં કામ કર્યું છે

જ્હોની લીવર ‘બાઝીગર’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘જુદાઇ’, ‘યસ બોસ’, ‘ઇશ્ક’, ‘આન્ટી નંબર 1’, ‘દુલ્હે રાજા’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘અનાડી નંબર 1’, ‘ કભી ખુશી કભી ગમ ‘ફિર હેરા ફેરી’, ‘ગોલમાલ 3’, ‘ગોલમાલ અગેઇન’ અને ‘હાઉસફુલ 4’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

Read Also

Related posts

રેકેટ/ જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાની ઓફિસમાંથી એક બે નહીં મળી 120 એડલ્ટ મૂવી, પોલીસ પકડે તો આવો હતો પ્લાન બી

Pritesh Mehta

જાણવા જેવું: મોબાઈલના સીમ કાર્ડનો એક ખૂણો શા માટે કપાયેલો હોય છે, આજ સુધી આપને ન મળેલો જવાબ અહીં મળશે

Pravin Makwana

નવો ડખો/ ભાજપના પાવર વગરના મંત્રીની અકળામણ, મને મંત્રીપદેથી આના કરતાં કાઢી મૂકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!