GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ક્રિકેટ જગતનો છે આ ‘કટપ્પા’, ધોનીને બનાવ્યો હતો IPLનો ‘બાહુબલી’

ઑસ્ટ્રેલિયન ખેલાડી ડગ બોલિંજર માટે આજનો દિવસ ખાસ છે. 24 જુલાઇ 1981ના રોજ સિડનીમાં જન્મેલા બોલિંજર આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ઑસ્ટ્રેલિયાની પેસ બેટરીનો મહત્વપૂર્ણ હિસ્સો રહેલા ડગ ફક્ત પોતાની બોલિંગ માટે જ નહી પરંતુ ખાસ લુક માટે પણ ચર્ચામાં રહ્યાં હતાં.

થોડા વર્ષો પહેલાં તેમની એક તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઇ હતી. તસવીરમાં તે બાહુબલી ફિલ્મના પાત્ર કટપ્પા જેવા લાગી રહ્યાં હતાં. જે પછી અનેક લોકો બોલિંજરને ક્રિકેટના કટપ્પા કહેવા લાગ્યાં હતાં. આ વર્ષે ફેબ્રુઆરીમાં બોલિંજરે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી સન્યાસ લેવાની ઘોષણા કરી હતી. 37 વર્ષીય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા માટે 12 ટેસ્ટ, 39 વનડે અને 9 ટી-20 ઇન્ટરનેશનલ કિકેટમાં કુલ 121 વિકેટ પણ લીધી.

બોલિંજરે 2002-03માં ન્યૂ સાઉથ વેલ્સ તરફથી પ્રથમ શ્રેણી ક્રિકેટનું ડેબ્યૂ કર્યુ અને સન્યાસ લેવા સુધી તે આ ટીમના પ્રમુખ ખેલાડી રહ્યા. સન્યાસની ઘોષણા સમયે બોલિંજરે 124 પ્રથમ શ્રેણી મેચોમાં 411 વિકેટ ઝડપી. 134 વનડેમાં 203 વિકેટ જ્યારે ટી-20 મેચોમાં 139 વિકેટ ઝડપી.

બોલિંજર માટે 2009-10ની સીઝન સૌથી શાનદાર રહી કારણ કે તેમને આઇસીસી ટેસ્ટ ટીમ ઑફ ધ યરમાં સ્થાન મળ્યું હતુ. આ જ વર્ષે આઇસીસી વનડે ટીમ ઑફ ધ યરમાં તેમની પસંદગી થઇ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતાના કારણે આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સે બોલિંજરને ખરીદ્યો. તેમણે ધોનીના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને સીએસકેને બે વખત આઇપીએલમાં વિજયી બનાવ્યું.

Related posts

આ છે ક્રિકેટર સૌરવ ગાંગુલીના ‘દાદાગીરી’ના પ્રખ્યાત કિસ્સાઓ, જાણો વિગતે…

Ankita Trada

જુનિયર ડેવિસ કપના આ ટેનિસ ખેલાડી સામે છેતરપિંડીના આક્ષેપો, સારી ઉંમર ઉપાવી

Bansari

‘તારક મેહતા’ ફેમ બાઘો એક્ટિંગ પહેલા કરતા હતા આ કામ, જાણો કેટલી હતી તેમની કમાણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!