બાહુબલીની દેવસેના છે આ વૈભવી કારોની શોખિન, જુઓ કલેક્શન

દક્ષિણ ભારતની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. 7 નવેમ્બર, 1981ના રોજ કર્ણાટકમાં જન્મેલી અનુષ્કાની ગણતરી આજે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાં થાય છે. વૈભવી કારોની શોખીન અનુષ્કાની પાસે ઘણી કાર છે. અનુષ્કાના જન્મદિવસના ખાસ પ્રસંગે આજે અમે તમને જણાવીશું કે બાહુબલીની હિરોઈનને કઈ-કઈ વૈભવી કારોમાં ફરવાનો શોખ છે.

Audi A6

અનુષ્કાની આ કારની કિંમત લગભગ 65 લાખ રૂપિયા છે. જેનું પેટ્રોલ વેરિએન્ટ 1798 સીસીના એન્જિનની સાથે આવે છે, જે 4200 આરપીએમ પર 190 બીએચપીની તાકાત આપે છે. તો ડીઝલ વેરિએન્ટમાં 1968 સીસીનું ડીઝલ એન્જિન મળે છે, જે 3800 આરપીએમ પર 190 બીએચપીની તાકાત આપે છે.

Bmw6

અનુષ્કાની ગેરેજમાં બીએમડબ્લ્યુની 6 કાર છે, જેની કિંમત 1.15 કરોડ રૂપિયા છે.

Audi Q5

આ એસયૂવીની પ્રારંભિક કિંમત 53.25 લાખ રૂપિયા છે. આ કારમાં બે વેરિએન્ટ પ્રીમિયમ પ્લસ અને ટેકનોલોજી આપવામાં આવી છે. બીજા વેરિએન્ટની કિંમત 57.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. કારનું વર્તમાન વર્ઝન વર્ષ 2011માં આવ્યું હતું, જેને 2018 વર્ઝનથી રિપ્લેસ કરવામાં આવ્યું.

Toyota Corolla

ભારતમાં આ કાર કોરોલાએલ્ટિસના નામથી ઉપલબ્ધ છે. સી સેગમેન્ટની આ એક્ઝિક્યૂટિવ સેડાન પોતાના સેગમેન્ટનીસૌથી લોકપ્રિય કાર છે. કેટલાંક દેશોમાં આ હેચબેક અવતારમાં પણ ઉપલબ્ધ છે. આ કારને ફક્તભારત નહીં, પરંતુ વિશ્વભરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter