GSTV

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

Last Updated on August 3, 2021 by pratik shah

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા કોવિડ-19ના નિયમોને નેવે મુકવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખની બર્થડે પાર્ટીનું જાહેરમાં આયોજન કરવામાં આવ્યુ હતું. બીજી તરફ બર્થ-ડે પાર્ટી દરમ્યાન આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસ પણ ભૂલ્યા હતા.

  • આમ આદમીની વાત કરનારા આમ આદમી પાર્ટીએ નિયમોનો કર્યા ઉલાળ્યા
  • AAP ના નેતાઓએ કોરોનાની ત્રીજી લહેરને આપ્યું ખુલ્લેઆમ આમંત્રણ
  • અમદાવાદ શહેર AAP ના પ્રમુખની યોજાઈ બર્થડે પાર્ટી
  • બર્થડે પાર્ટીમાં નિયમોનો છડે ચોક ઉલ્લંઘન
  • કાર્યકર્તાઓ અને નેતાઓ બંને માસ્ક વગર પડ્યા નજરે

નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસ પણ ભૂલ્યા

 કોરોનાની મહામારી દરમ્યાન અન્ય લોકોને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવાનું કહેનારા નેતાઓ આવી રીતે બર્થડે પાર્ટીનું આયોજન કરી કોરોનાની ત્રીજી લહેરને જાહેરમાં આમંત્રણ આપી રહ્યા છે.

HIV

ગુજરાતમાં કોરોનાના ૩૦થી ઓછા કેસ નોંધાવવાનો ક્રમ સળંગ છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨ કેસ નોંધાયા છે જ્યારે સળંગ ૧૫માં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી. અરવલ્લી, છોટા ઉદેપુર, પોરબંદર, તાપી અને ખેડા એમ પાંચ જિલ્લામાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી.

કોરોના

છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાંથી ૮-ગ્રામ્યમાંથી ૧ સાથે ૯, અમદાવાદ  શહેરમાં ૭-ગ્રામ્યમાં ૧ સાથે ૮, સુરત શહેરમાં ૧-ગ્રામ્યમાં ૧ સાથે ૨ જ્યારે આણંદ, જુનાગઢમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ગાંધીનગર-જામનગર-ભાવનગર એમ ૩ મહાનગર સહિત ૨૬ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં હાલ ૨૫૧ એક્ટિવ કેસ અને ૪ દર્દી વેન્ટિલેટર પર છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૫૯૫ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૫% છે. રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ ૬૭, વડોદરામાં ૪૪ અને સુરતમાં ૨૨ એક્ટિવ કેસ છે. વધુ ૬૧૮૧૯ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૫૬ કરોડ છે.  

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!