GSTV

બર્થ ડે: 16 વર્ષની વયે સુપરહીટ ફિલ્મ આપનારી મંદાકીની અત્યારે શું કરી રહી છે

રાજ કપૂરની સુપરહીટ ફિલ્મ રામ તેરી ગંગા મેલીની હિરોઇન મંદાકીનીને લોકો કેવી રીતે ભૂલી શકે?  મંદાકીની નામ તેને ફિલ્મોમાં આવ્યા બાદ મળ્યું છે. તેનું અસલી નામ યાસ્મિન જોસેફ છે. મંદાકીની આજે તેનો 51મો જન્મ દિવસ મનાવી રહી છે. 1963ની 30મી જુલાઈએ યાસ્મિન એટલે કે મંદાકીનીનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે એક એંગ્લો ઇન્ડિયન પરિવારમાં થયો હતો. રામ તેરી ગંગા મેલીમાં આમ તો મંદાકીની રાજ કપૂરની પ્રથમ પસંદગી ન હતી.  રાજ કપૂરે પહેલા તો સંજના કપૂરને લોંચ કરવાનો પ્લાન કર્યો હતો. ત્યાર બાદ તેમણે ગંગાના રોલ માટે ડિમ્પલ કાપડીયાનો પણ સ્ક્રીન ટેસ્ટ લીધો હતો. આખરે આ રોલ મંદાકીનીને મળ્યો હતો.

View this post on Instagram

#mandakini

A post shared by Best of Bollywood (@bestofbollywood8) on

માત્ર 16 વર્ષની વયે જ મંદાકીનીને બોલિવૂડના સૌથી મોટા સર્જક મનાતા રાજ કપૂરની ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. આમ તો મંદાકીનીએ બોલિવૂડમાં માત્ર છ વર્ષ જ કામ કર્યું પરંતુ આ દરમિયાન તેણે કેટલીક યાદગાર ફિલ્મો આપી હતી. રામ તેરી ગંગા મેલીએ તો તેને સફળતાના શિખરે પહોંચાડી દીધી હતી.  એ જમાનામાં તેણે અત્યંત બોલ્ડ સીન આપીને પ્રશંસા હાંસલ કરી હતી.

આ ફિલ્મમાં મંદાકીનીએ ઘણા બોલ્ડ સીન આપ્યા હતા તેમાં ય ઝરણા નીચે તે નહાતી હોય તે સીન તો આજેય સૌને યાદ છે. આ સીન અંગે રાજ કપૂરે સેન્સર બોર્ડને પણ જવાબ આપવો પડ્યો હતો.

મંદાકીનીએ 1987માં મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ડાન્સ ડાન્સમાં કામ કર્યું હતું. ત્યાર બાદ માધુરી દિક્ષિત અને અનીલ કપૂર સાથે તે તેજાબમાં પણ જોવા મળી હતી. પરંતુ તેને પ્રથમ ફિલ્મમાં મળી હતી તેવી સફળતા ત્યાર બાદની ફિલ્મોમાં મળી ન હતી. 1996માં તેણે ફિલ્મ ઉદ્યોગને અલવિદા કહી દીધી હતી કેમ કે બોક્સ ઓફિસ પર તેની ફિલ્મો ખાસ કમાલ કરી શકી ન હતી.

હાલમાં મંદાકીની તેના પતિ ડૉ. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે મળીને તિબેટમાં હર્બલ સેન્ટર ચલાવી રહી છે. તેઓ બુદ્ધિષ્ઠ મોન્કમાં રહી ચૂક્યા છે.  બંનેના લગ્ન 1990માં થયા હતા અને આજે તેઓ બે સંતાન એક પુત્ર અને એક પુત્રીના માતા પિતા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!