GSTV

હવે પુરુષો માટે પણ આવશે ગર્ભનિરોધક દવા, જાણો કેવી રીતે કરશે કામ અને શું પડશે ફરક

અત્યાર સુધી તમે પુરુષો માટે જોશવર્ધન, લિંગમા કમજોરી, શીઘ્રપતન, નપુંસકતાથી સંબંધિત દવાઓ વિશે સાંભળ્યુ હશે, પરંતુ હવે જલ્દી જ બજારમાં પુરુષો માટે ગર્ભનિકોધક ગોળીઓ પણ આવવાની છે. જેમાં પુરુષો માટે ગર્ભનિરોધક દવા બનાવવાની દિશામાં દુનિયાભરમાં ઘણા વૈજ્ઞઆનિક કામ કરી રહ્યા છે. જેમાં મિનસોટા યુનિવર્સિટિના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી જિલિયાન કીજર વિશેષ રીતે કામ કરી રહ્યા છે. જોકે, તેમનો દાવો છે કે, આ દવા લગભગ 20 ટકા પુરુષો કામ કરશે.

હાર્મોનનું ઈંજેક્શન પણ સફળ પ્રયોગ

પુરુષોમાં હાર્મોન ઈંજેક્શનનો વપરાશ પ્રભાવી ગર્ભનિરોધક રૂપમાં કરી શકાય છે. અમેરિતી સંશોધનકર્તાઓએ પોતાની શોધમાં 270 પુરુષો પર આ હાર્મોન ઈંજેક્શનનો વપરાશ કર્યો છે. જેમાથી માત્ર ચાર પુરુષોની પત્નીઓએ આ દરમિયાન ગર્ભધારણ કર્યુ છે. તેથી હાર્મોન ઈંજેક્શનનો 96 ટકા પ્રયોગ સફળ માનવામા આવી રહ્યુ છે. તો આ પ્રોયગના કેટલાક સાઈડ ઈફેક્ટ પણ સામે આવ્યા છે. કેટલાક લોકોના ચેહરા પર ડાઘ હોવાના કારણે ફરીયાદ મળી છે. તો કેટલાક લોકોને કારણ વગર મૂડ ખરાબ હોવાની પણ ફરીયાદ કરી છે.

વૈજ્ઞાનિકોની સામે હવે આ પડકાર

આ સ્થિતિમાં વૈજ્ઞાનિક કોશિશ કરી રહ્યા છે કે, કોઈ પણ આડઅસર વગર પુરુષોમાં શુક્રાણુનું ઉત્પાદન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધપાત્ર રીતે, પુરુષોના શરીરમાં વીર્યનું ઉત્પાદન સતત ચાલુ રહે છે. જો વૈજ્ઞાનિક એક સફળ પુરુષ ગર્ભનિરોધક બનાવવા માંગે છે, તો તેમને પુરૂષ શરીરમાં ઘણા પ્રમાણમાં હોર્મોન્સની જરૂરીયાત પડશે. ત્યારે જ વીર્યની ગણતરી પ્રતિ મિલી દીઠ 150 મિલિયનથી 10 લાખ સુધી થઈ શકે છે. આ પ્રયોગથી સંબંધિત અહેવાલો જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝમમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

સાઈડ ઈફેક્ટ થયા બાદ નવા પ્રયોગ કરી રહ્યા છે વૈજ્ઞાનિક

વિશ્વા સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, ઘણા અભ્યાસમાં એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, પુરુષોમાં હાર્મોન ગર્ભનિરોધકનો વપરાશ કરી અનિયોજિત ગર્ભને રોકી શકાય છે. કેટલાક સાઈડ ઈફેક્ટ આવ્યા બાદ ડૉક્ટર ફેસ્ટિન પ્રમાણે સંશોધન કર્તા તેમના હાર્મોનોને અલગ-અલગ પ્રમાણમાં વપરાશ કરી નવા પ્રયોગ કરવા પર વિચાર કરી રહ્યા છે. પુરુષુ ગર્ભનિરોધન માટે સાચા પ્રમાણમાં સાચી વસ્તુના વપરાશની જાણ મેળવવાની દિશામાં આ એક મુખ્ય પગલુ છે.

અત્યાર સુધી નથી શરૂ થયુ વ્યાવસાયિક ઉત્પાદન

શેફીલ્ડ યુનિવર્સિટિના એંડ્રોલોજી પ્રોફેસર એલન પેસીએ કહ્યુ છે કે, અત્યાર સુધી ઘણા કારણોથી પુરુષ ગર્ભનિરોધકનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરી શકાશે નહી. દુનિયાભરમાં ચાલી રહેલા અન્ય પ્રયોગોની વાત કરીએ તો તેમાં પણ પુરુષોમાં વજન વધવુ, કોલોસ્ટ્રેલનું સ્તર નિર્ધારિત સ્તરથી ઘણુ ઓછુ થઈ જવુ જેવા સાઈડ ઈફેક્ટ જોવા મળી રહ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!