GSTV

VIDEO: એક સાથે 70 ચકલીઓ અહીં વગાડે છે ગિટાર, એક વખત જુઓ આ વીડિયો કાનની સાથે સાથે આંખોને પણ આપશે ટાઢક

ચકલીઓની ચિચયારી આમ તો હવે શહેરો શું ગામડાઓમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. કદમાં નાનું એવુ પક્ષી હવે માણસોની વચ્ચેથી ગાયબ થઈ ગયુ છે. એક સમય હતો, જ્યારે ગામડાગામમાં સમી સાંજ ઢળતા હજારોની સંખ્યામાં ચકલીઓ પોતાના કલરવથી ગામને મંત્રમુગ્ધ કરી દેતી હતી, જો કે, હવે આવનારી પેઢીઓ માટે આ મજા માણવી એક સપનું બની જવા રહી ગઈ છે. જો કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચિચયારી કરતી ચકલીયું મધૂર સંગીત રેલાવી રહી છે. આ ઘટના મન્ટ્રિયલ મ્યૂઝિયમ ઓફ ફાઈન આર્ટ્સની એક મ્યૂઝિક એક્ઝિબિશનની છે, જ્યાં ઝેબરા ફિંચ નામની 70 ચકલીયોએ એક સાથે કેટલાય બેસ અને ઈલેક્ટ્રિક ગિટારના તાર પર બેસીને અદભૂત સંગીત વગાડ્યુ હતું. સોશિયલ મીડિયા પર આ શાનદાર પળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક મોટા હોલમાં અમુક અંતરે ગિટાર રાખેલા છે. આ તમામને જમીનથી ઉપર રાખવામાં આવ્યા છે. દિવાલમાં ચકલીયો માટે હોલ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાંથી ટોળામાંથી નિકળીને ચકલીયો આવે છે અને કોઈ પણ ગિટાર પર બેસે છે. જે બાદ તેમના મૂવમેન્ટથી સાઉન્ડ ક્રિએટ થાય છે. જે સ્પિકરથી મદદથી આખો હોલમાં સંગીત રેલાય છે. કાનની સાથે સાથે આંખોને પણ આ દ્રશ્ય ટાઢક આપે છે.

READ ALSO

Related posts

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!