અમદાવાદ શહેરમાં ગરમીએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો છે.તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર પહોંચી ગયુ છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કાંકરિયા ઝૂમાં ગરમી સામે પક્ષીઓ અને પ્રાણીઓને રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડી હાઈડ્રેશનથી પક્ષીઓ અને પ્રાણીઓને રક્ષણ આપવા પાણીમાં ઓ.આર.એસ. નાંખવામાં આવે છે.જેથી તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે.આ ઉપરાંત ઝૂમાં ડોકટરોની ટીમ ૨૪ કલાક ફરજ ઉપર મુકવામાં આવી છે.આ ડોકટરો દ્વારા પક્ષીઓ અને પ્રાણીઓને સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે.

ગરમીથી તેમના નિત્યક્રમમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.પક્ષીઓ અને પ્રાણીઓના પિંજરાની બહાર એરકન્ડીશન કુલર પણ મુકવામાં આવ્યા છે.ગ્રીનનેટ પણ લગાવવામાં આવી છે જેથી સીધો તડકો પક્ષીઓ કે પ્રાણીઓ ઉપર ન પડે.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ