દેશભરમાં ફેલાતા બર્ડ ફ્લૂના મામલાને ધ્યાનમાં રાખીને ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનવ પ્રાધિકરણએ ગુરુવારે એક એડવાઈઝરી જાહેર કરી છે. FSSAIએ લોકોને બર્ડ ફ્લૂ દરમ્યાન અડધા બફાયેલા ઈંડા અને અર્ધૂ પાકેલું ચિકન નહીં ખાવાની સલાહ આપી છે. આ ઉપરાંત મુર્ગીના માંસને સરખી રીતે પકાવી ખાવાનું અને ખુલ્લામાં ન રાખવાની સલાહ આપી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રાધિકરણે પણ ઉપભોક્તાઓ અને ખાદ્ય વ્યવસાયોને આગ્રહ કર્યો છે કે ગભરાઈ નહીં.

મહત્વનું છે કે, દેશભરમાં લગભગ 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂ સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે. અને દિલ્હી સહિત અન્ય શહેરોમાં પણ બર્ડ ફ્લૂના સંકેત મળ્યા છે. જાનવરોમાં બર્ડ ફ્લૂના વધતા કેસ અમે લોકોમાં ખોફને જોઈને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે આ બારીથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં લોકોને કહેવામાં આવ્યું છે કે, તેઓને ગભરાવાની જરૂર નથી. આપવામાં આવેલ દિશાનિર્દેશનું પાલન કરો. આ ઉપરાંત તે નિશ્ચિત કરો કે, દાના ખાતા પક્ષિઓના માંસ તથા ઈંડા દિશા-નિર્દેશ અનુસાર ખાવા માટે સુરક્ષિત છે.
બર્ડ ફલુના ખતરા વચ્ચે હરિયાણામાં હજારો પક્ષીઓના મોત
અહિં કોહંડ એરીયામાં કૈલાશ પોલ્ટ્રી અને ઓમ પોલ્ટ્રી ફાર્મ બાદ હવે રાવલ પોલ્ટ્રી ફાર્મમાં પણ 20 હજાર મર્ઘીઓના મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા આ ખુલાસો કરાયા બાદથી હડકંપ મચ્યો છે. પોલ્ટ્રી ફાર્મના માલિકોનો આરોપ છે કે સરકાર સંબંઘિત વિભાગની ટીમ માત્ર જોઈને જતી રહે છે. અને પક્ષિયોના બચાવમાં કોઈપણ પ્રકારના પગલા લેતી નથી. રાવલ પોલ્ટ્રી ફાર્મના માલિક મદનલાલે કહ્યું કે અમારા ફાર્મ પર લગભગ 55 હજાર મરઘીઓ છે. જેમાંથી 20 હજાર મરઘીઓના મોત થઈ ચૂકયા છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય