GSTV

કોરોના બાદ ભારતમાં આ રોગની દહેશત: ગુજરાત સહિત 6 રાજ્યોમાં સંક્રમણની પુષ્ટિ થતાં ચકચાર

ભારત

Last Updated on January 9, 2021 by Bansari

દેશમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે હવે બર્ડફ્લૂએ પણ ઝડપથી ફેલાવો શરૂ કરી દીધો છે. ભારતના છ રાજ્યોમાં બર્ડફ્લૂની પૃષ્ટિ થઈ ચૂકી છે. રાજધાની દિલ્હી અને છત્તીસગઢમાં પક્ષીઓનાં નમૂના ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા છે. એમપી અને કેરળથી આગળ વધી બર્ડફલૂના વાયરસે ચાર રાજ્યોને પોતાની ઝપટમાં લીધા હતા. છત્તીસગઢમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં બર્ડફલૂ હોવાનું સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશના પોંગ વિસ્તારમાં બર્ડફલૂનું પુષ્ટિ થયા બાદ ચકચાર મચી હતી. જો કે પંજાબમાં હજુ સુધી બર્ડફલૂની પુષ્ટિ નથી થઈ.

ભારત

સરકારે દોઢ લાખથી વધુ મરઘા મારવાનો નિર્ણય લીધો

હરિયાણાના પંચકૂલામાં બર્ડફલૂની પુષ્ટિ થતા સરકારે દોઢ લાખથી વધુ મરઘા મારવાનો નિર્ણય લીધો. ગુજરાતમાં માણાવદરમાં બર્ડફલૂ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી કેરળમાં બે અસરગ્રસ્ત વિસ્તારોમાં મરઘા મારવામાં આવી હતી. તો હરિયાણા અને હિમાચલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય ટીમને મોકલવામાં આવી હતી. રાજસ્થાનમાં પણ બર્ડફલૂએ પગપેસારો કર્યો છે. રાજસ્થાનના 11 જિલ્લામાં બર્ડફલૂના કેસ સામે આવ્યા હતા.ધીમેધીમે યાદી લંબાતી જ જાય છે.

ભારત

આ ઉપરાંત એમપીમાં મંદસૌર અને નીમચમાં પણ વાયરસ કન્ફર્મ થતા ઈંદોરની એક પોલ્ટ્રી ફાર્મમાં 450 મરઘા મારવાનો નિર્ણય લેવાયો હતો. રાજધાની દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં મૃત મોર મળ્યા બાદ બર્ડફલૂની તપાસ કરવામાં આવી. બીજી તરફ ઓખલા બર્ડસેચ્યૂરીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. મોનિટરિંગ માટે રેપિડ રિસપોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છ. દિલ્હીમાં ગત ચાર દિવસમાં આશરે 50 કાગડાઓનાં મોતના સેમ્પલ મોકલાયા છે. જો કે હજુસુધી બર્ડફલૂની પુષ્ટિ નથી થઈ.

Read Also

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!