GSTV

સુરતમાં બર્ડ ફ્લૂની વધતી દહેશત, વધુ 3 કાગડાના શકાસ્પદ મોતથી ફફડાટ

Last Updated on January 11, 2021 by Pritesh Mehta

રાજ્યમાં બર્ડ ફ્લૂને લઇને દહેશત જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં 3 કાગડાના શંકાસ્પદ મોત નિપજ્યા છે. શહેરના રિંગ રોડ પર આવેલી ખાનગી વીજ કંપનીમાં 3 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા છે. કાગડાના મોત બાદ બર્ડ ફ્લૂની આશંકાને લઇને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

બર્ડ ફ્લૂ

બર્ડ ફ્લૂના કેસ બાદ તંત્ર હરકતમાં

સુરત જિલ્લામાં બર્ડ ફ્લુના પોઝિટિવ કેસ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું. બારડોલીના મઢી ગામેથી મૃત મળેલા બે કાગડાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રને કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે તપાસના આદેશ આપ્યા હતા. મઢી તેમજ આસપાસના વિસ્તારમાં વહીવટી તંત્રની ચાર જેટલી ટીમો બનાવી સર્વેલન્સ શરૂ કર્યું.

પોલ્ટ્રી ફાર્મમાં તકેદારીના પગલાં

મઢીમાં પોલ્ટ્રી ફાર્મમાં પણ તપાસ કરાઇ હતી. પક્ષીઓમાં બર્ડ ફલૂ નહી ફેલાય તે માટેની તમામ તકેદારીઓ વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે પણ સાવચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં પશુ પક્ષીઓની હેરાફેરી પર પ્રતિબંધ તેમજ તકેદારી રાખવા સૂચનો કરી દેવાયા છે. એક સપ્તાહ પેહલા બારડોલી વિસ્તારમાં મઢી તેમજ બારડોલીના મેમાન કબ્રસ્તાન મોટી સંખ્યામાં મૃત કાગડાઓ મળી આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!