GSTV

બર્ડફ્લુ / 12 રાજ્યોમાં પહોંચ્યો રોગ : આજે 1000 પક્ષીઓનાં મોત, કબૂતરાંને ચણ નાખવામાં પણ રાખજો તકેદારી

ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ બર્ડ ફ્લુના કેસો સામે આવતા બર્ડ ફ્લુવાળા રાજ્યોની સંખ્યા વધીને 12 થઇ ગઇ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ટેસ્ટિંગ પ્રોટોકોલ અને પીપીઇ કીટનો પૂરતો જથૃથો રાખવા માટે એડવાઇઝરી જારી કરી છે. દરમિયાનમાં હિમાચલ સહિતના રાજ્યોમાં આજે કુલ એક હજાર પક્ષીનાં મૃત્યુ થયા હતા. જો હાલમાં તમે સેવાભાવે કબૂતરાંને ચણ નાખવા જતાં હો તો પણ તકેદારી રાખવાની જરૂર છે.

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં 300 પક્ષીઓના મોત થયા છે. જેમાં મોટા ભાગે કાગડાઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં પક્ષીઓની કતલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પક્ષીઓની કતલ માટે પીપીઇ કીટ જરૂરી હોય છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધીમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસૃથાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફલુના કેસો સપાટી પર આવ્યા હતાં.

મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજસૃથાનના ઝુનઝુનુ જિલ્લામાં મૃત્યુ પામેલા કાગડાઓમાં બર્ડ ફલુ વાઇરસ હોવાનું સપાટી પર આવ્યું છે. ઉત્તર પ્રદેશના કાનપુરના ઝૂલોજિકલ પાર્કમાં મૃત્યુ પામેલા પક્ષીઓમાં પણ એવિઅન ઇન્ફલુએન્ઝા સ્ટ્રેન એચફાઇવએનવન જોવા મળી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ (એનઆઇએચએસએડી)ની ટીમે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતાં. મંત્રાલયે તમામ રાજ્યોને પક્ષીઓમાં બર્ડ ફલુ અટકાવવા માટે જરૂર પડે તો કતલ કરવાના નિર્દેશ આપ્યા છે અને આ માટે પૂરતા પ્રમાણમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ(પીપીઇ) કીટનો પૂરતો સ્ટોક રાખવાના નિર્દેશ આપ્યા છે.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!