GSTV

બર્ડ ફ્લૂ / ભારત પર ચૌથીવાર હુમલો : આ વાયરસ સૌથી ખતરનાક, 2013માં ચીનમાં થયાં હતાં 722 લોકોનાં મોત

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે બર્ડ ફ્લૂની દહેશત વધી છે. દેશમાં આ સાથે ચોથી વખત બર્ડ ફ્લૂનો હુમલો થયો છે. ત્યારે  દેશમાં ક્યારે-ક્યારે બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા તે અંગે વાંચો અમારો આ ખાસ અહેવાલ…

બર્ડ ફ્લૂ

કોરોનાની મહામારીમાં હવે બર્ડ ફ્લૂની દહેશતે દેશની ચિંતા વધારી છે. ચીનમાં ફેલાયેલો બર્ડ ફ્લૂનો વાઇરસ દુનિયાના અનેક દેશમાં દસ્તક આપી ચુક્યો છે. ભારતમાં આ વાઇરસ 2006માં પહેલીવાર આવ્યો હતો. પશુપાલન અને ડેરી વિભાગના આંકડા પ્રમાણે  2006 બાદ 2012, 2015 અને હવે  2021માં બર્ડ ફ્લૂએ ભારતમાં દેખા દીધા છે.

બર્ડ

ભારતમાં 2006થી 2015 સુધીમાં 15 રાજ્યમાં 25 વખત બર્ડ ફ્લૂનો વાઇરસ મળી આવ્યો. દેશમાં સૌથી પહેલો બર્ડ ફ્લીનો વાઇરસ 19  ફેબ્રુઆરી, 2006માં મહારાષ્ટ્રના નંદૂબાર જિલ્લાના નાવાપુર ગામમાંથી મળ્યો હતો. આ વાઇરસ મરઘીમાં મળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પાંચ દિવસમાં 2.53 લાખ મરઘીને મારી નાખવામાં આવી હતી. જ્યારે 5.87 લાખ ઈંડાનો નાશ કરવામાં આવ્યો હતો. એક અંદાજે 150 લોકોના સેમ્પલ લઈ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, એકપણ સેમ્પલમાં બર્ડફ્લૂની પુષ્ટી થઈ નહોતી.

ભારત

દેશમાં અત્યાર સુધીમાં જે રાજ્યમાં બર્ડ ફ્લૂનો હુમલો થયો તેમા મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, બિહાર, અસમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, ઓડિસા, કર્ણાટક, કેરળ અને ચંદીગઢનો સમાવેશ થાય છે.  નેશનલ હેલ્થ પ્રોગ્રામના રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના લક્ષણ માણસમાં જોવા મળ્યા નથી. અને તેની સારવારની પુરતી વ્યવસ્થા સરકાર પાસે છે.

દિલ્હીમાં આવેલા સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ હેઠળ ચાલી રહેલા એન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વિલાંસ પ્રોગ્રામ દ્વારા દેશભરમાં બર્ડ ફ્લૂ જેવી અનેક બીમારીનું મોનિટરિંગ કરવામાં આવે છે. બર્ડ ફ્લૂને એલિયન ઈન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. બર્ડ ફ્લૂનું સંક્રમણ કોરોનાની સરખાણીમાં વધારે ઘાતક હોય છે. ઈન્ફ્લૂએન્જાના 11 વાઇરસ  છે. જે પૈકી પાંચ વાઇરસ જીવલેણ છે. આ જીવલેણ વાઇરસમાં  H5N1, H7N3, H7N7, H7N9 અને H9N2નો સમાવેશ થાય છે.

બર્ડ

જે દેશમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે તે દેશ ભારતના પાડોશી દેશનો પણ સમાવેશ થાય છે. આ દેશમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંમારનો પણ છે. ભારતમાં અત્યાર સુધીમાં માત્ર બર્ડ ફ્લૂના H5N1 વાઇરસનો હુમલો થયો છે. બર્ડ ફ્લૂનો H7N9 વાઇરસ સૌથી ખતરનાક છે. 2013માં H7N9ના કારણે ચીનમાં 722 લોકોના મોત થયા હતા. જ્યારે દુનિયાના 60 દેશ એવા છે જે બર્ડ ફ્લૂથી પ્રભાવિત છે.  ત્યારે બર્ડ ફ્લૂ દુનિયામાં ચાર વખત ઘાતક રીતે ફેલાયો પણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

બ્રિટનનાં વડાપ્રધાને PM મોદીને મોકલ્યુ G-7 સમ્મેલનનું આમંત્રણ, સમિટ પહેલાં જૉનસન કરશે ભારતનો પ્રવાસ

Mansi Patel

ભારતની નાક નીચે જાસૂસીમાં લાગ્યુ ચીન, કિલર સબમરીન માટે શોધી રહ્યુ છે રસ્તો

Mansi Patel

26 જાન્યુઆરી સુધી એલર્ટ/ દિલ્હીમાં નાપાક હરકતોને અંજામ આપવાનુ ષડયંત્ર, ઠેર ઠેર લગાવ્યા પોસ્ટરો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!