GSTV

ત્રિપુરામાં 09 માર્ચે યોજાશે શપથવિધિ, બિપ્લવ દેવ બનશે નવા સીઅેમ

Last Updated on March 6, 2018 by Karan

ત્રિપુરામાં મળેલી જબરજસ્ત જીત બાદ ભાજપે મુખ્યમંત્રીનું નામ નક્કી કરી લીધું છે. જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પ્રદેશ અધ્ક્ષય બિપ્લવ દેવ અાગામી ત્રિપુરા સરકારમાં મુખ્યમંત્રી હશે. મંગળવારે મળેલી બેઠકમાં તેમને વિઘાયક દળના નેતા ચૂંટવામાં અાવ્યા હતા.  ઉપમુખ્યમંત્રી તરીકે જિષ્ણું દેવ વર્માના નામ પર પસંદગીની મહોર લગાવવામાં અાવી છે. હવે ત્રિપુરામાં ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. 9મી માર્ચે સ્વામી વિવેકાનંદ મેદાનમાં બિપ્લવદેવની શપથવીધીનો કાર્યક્રમ યોજાશે.જેમાં મોદી પણ હાજર રહે તેવી સંભાવના છે. ત્રિપુરામાં 59 સિટોની થયેલી ચૂંટણીમાં ભાજપે 35 સિટો અને સહયોગી 8 સિટો પર વિજેતા થયા છે.  3 માર્ચના રિઝલ્ટ બાદ ત્રિપુરામાં હિંસાના બનાવો સામે અાવ્યા છે.  ભાજપે સરકાર બનાવવાની તમામ તૈયારી શરૂ કરી છે.

ત્રિપુરામાં મળેલી જીત બાદ રાજ્યમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ બિપ્લબ દેબનું નામ મોખરે લેવામાં આવી રહ્યું હતું. ભાજપના મહાસચિવ રામ માધવે ટ્વિટ કરી ત્રિપુરા અને નાગાલેન્ડમાં શપથવિધિ કાર્યક્રમ અંતે સ્પષ્ટતા કરી હતી.

બિપ્બલ દેવની વાત કરીએ તો તેઓ આરએસએસના સક્રિય કાર્યકર છે. 2016માં ત્રિપુરાના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ત્રિપુરામાં ભાજપને વધારે મજબૂત બનાવવા માટે તેઓ કાર્ય કરી રહ્યાં છે. તેમની આગેવાનીમાં ત્રિપુરામાં ભાજપને મોટી જીત મળી છે.

Related posts

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!