નવા વર્ષના પ્રથમ દિવસે દેશને પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળ્યા છે. મંગળવારે સેના પ્રમુખ પદેથી રિટાયર્ડ થયા બાદ જનરલ બિપિન રાવતે આજે સવારે સીડીએસ તરીકે પદભાર સંભાળ્યો છે. સીડીએસનો કાર્યભાર સંભાળે તે પહેલાં જનરલ બિપિન રાવત નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા જ્યાં તેઓને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ ત્રણેય સેનાઓ દ્વારા બિપિન રાવતને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
Chief of Defence Staff(CDS) General Bipin Rawat on allegations that he is politically inclined: We stay far away from politics, very far. We have to work according to the directions of the Government in power pic.twitter.com/CYQnp3C9o6
— ANI (@ANI) January 1, 2020
ત્રણે સેનાઓને એકજૂથ કરવાનું કામ
દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો પદભાર સંભાળ્યા બાદ બિપિન રાવતે કહ્યું કે સીડીએસનું કામ ત્રણેય સેનાઓને એકજૂથ બનાવવાનું છે, અને આ ધ્યેય સાથે જ તેઓ આગળ વધશે. બિપિન રાવતે કહ્યું કે આગળની કાર્યવાહી ટીમ વર્કની જેમ થશે, સીડીએસનો માત્ર સહયોગ જ રહેશે. તેઓએ વધુમાં કહ્યું અમારું સમગ્ર ફોકસ ત્રણેય સેનાઓને એક સાથે લાવવાનું રહેશે. સીડીએસનું પદ ફોર સ્ટાર જનરલના સમકક્ષ હશે અને ત્રણેય સેનાના પ્રમુખોમાં સૌથી ઉપર હશે. જનરલ બિપિન રાવત સીડીએસના પદે ત્રણ વર્ષ સુધી એટલે કે 31 માર્ચ, 2023 સુધી કાર્યરત રહેશે.
Chief of Defence Staff(CDS) General Bipin Rawat: All the three services will work as a team. As per the task given to the Chief of Defence Staff we have to enhance integration and do better resource management. pic.twitter.com/QjuIxuGRHD
— ANI (@ANI) January 1, 2020
65 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે
રક્ષા મંત્રાલયે સેનાના નિયમ, 1954માં કાર્યકાળ અને સેવાના નિયમોમાં સુધારો કર્યો છે. જે અંતર્ગત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અથવા ત્રણેય સેનાના પ્રમુખ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે. જેમાં જણાવાયું છે કે જો સરકારને જરૂરી જણાય તો જનહિતમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની સેવાને વિસ્તાર આપી શકે છે. વર્તમાન નિયમ મુજબ ત્રણેય સેવાના પ્રમુખ 62 વર્ષની ઉંમર સુધી અથવા ત્રણ વર્ષ સુધી સેવા આપી શકે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે 24 ડિસેમ્બરે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના પદ અને તેના ચાર્ટર તથા ડ્યુટીઝને મંજૂરી આપી હતી. ખાસ વાત એ છે કે સીડીએસ પોતાનું પદ છોડ્યા બાદ કોઇ પણ સરકારી પદને ગ્રહણ કરવાને પાત્ર નહીં હોય.
READ ALSO
- અમદાવાદ પોલીસ હેડક્વાટરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ધુમધામથી કરાઈ ઉજવણી, સૌરભ પટેલે પરેડનું કર્યુ નિરિક્ષણ
- અમદાવાદ/ શુભમ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- રાજ્યના પાંચ લાખ વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફી આપવા માંગ, ગુજરાત કોંગ્રેસે સરકારને કરી આ રજુઆત
- Photos: કડક સુરક્ષા બંદોબસ્તનાં ઉડાવી દીધા લીરેલીરા, ટ્રેક્ટર લઈને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા ખેડૂતો
- ઝટકો/ મની લોન્ડ્રિંગ વિરોધી કાયદાના ઉલ્લંઘન બદલ આ સરકારી બેંક પર લાગ્યો કરોડોનો દંડ