GSTV
Bollywood Entertainment Trending

બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. અભિનેત્રીએ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં બિપાશા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરો પર લોકો તેને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ તે બોલ્ડ તસવીરો માટે ઘણી ટ્રોલ પણ થઈ રહી છે.

બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ

બિપાશા બાસુએ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તેની તસવીરો શેર કરી અને પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘એક નવો સમય, એક નવો તબક્કો, એક નવી રોશની અમારી જિંદગીના પ્રિઝમમાં એક નવો શેડો જોડી રહી છે. એ અમને એનાથી વધુ અને વધારે સંપૂર્ણ કરી દેશે જેટલા અમે હતા. અમે આ સફર એકલા શરૂ કરી હતી અને પછી અમે એક બીજાને મળ્યા અને ત્યારથી અમે બંને એક થઈ ગયા. બે લોકોના માટે એટલો બધો પ્રમે અમને થોડો અનેફેર લાગી રહ્યો હતો. જે અમને વધુ સંપૂર્ણ બનાવશે. લોકોનો એટલો સારો પ્રેમ હતો કે અમને થોડો અમને અનફેર લાગી રહ્યું હતું. તો જલદીથી અમે બંને જો ક્યારેક બે હતા તે હવે ત્રણ થઈ જઈશું.

બેબી બમ્પની તસવીરો થઈ રહી છે વાયરલ

અભિનેત્રીએ લખ્યું, ‘અમારા પ્રેમથી બનાવલી એક રચના, અમારું બાળક ટૂંક સમયમાં અમારા ઉત્સાહને જોઈન કરશે. અમારા આનંદમાં વધારો કરવા સાથે અમારામાં સહભાગી થશે. આમરો ભાગ બનવા બદલ આપ સૌનો આભાર. અમારી જિંદગી સાથે જોડાયેલી એક નવી જિંદગી માટે ઉજવણી કરવા બદલ આભાર.. દુર્ગા દુર્ગા. થોડી જ મિનિટોમાં આ તસવીરોને ભારે લાઈક્સ મળી છે અને લોકો તેને ઉત્સાહપૂર્વક વધુને વધુ શેર કરી રહ્યા છે.

બિપાશા 43 વર્ષની ઉંમરે બનશે માતા

તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટથી દૂર જતી રહી હતી. ઘણાં સ્ટાર્સ સાથે તેના અફેરના નામ જોડાયા પછી તેણે વર્ષ 2016માં કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા. હવે લગભગ 6 વર્ષ બાદ તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. બિપાશા બાસુ 43 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા દ્વારા સતત ફેન્સના સંપર્કમાં રહે છે.

READ ALSO

Related posts

Mulayam Singh Yadav health: મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ ખૂબ જ નાજુક, જાણો ડૉક્ટરોએ શું કહ્યું

Hemal Vegda

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

કપડાં વિના જ કાચની પાછળ ઉભી રહી ગઈ ઉર્ફી જાવેદ, પીળા પેઇન્ટથી બચાવી ઇજ્જત, ફોટો થયાં વાઇરલ

Hemal Vegda
GSTV