અમેરિકાએ 2 કદાવર સેનેટરના જૂથને ગુરુવારે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરી ભારત તરફ ચીનની આક્રમકતાની ટીકા કરી છે. અમેરિકન સેનેટમાં ગુરુવારે એક દ્વિપક્ષીય પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે જેમાં ચીન દ્વારા ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખાને બદલવાને લઈને સૈન્ય આક્રમકતાના ઉપયોગની આકરી ટીકા કરવાનું અને રાજનૈતિક સમાધાન લાવવાનું આહવાન કર્યું છે.

સેનેટમાં સત્તા પક્ષ રિપબ્લિકનના વ્હિપ સેનેટર જૉન કોર્નિન અને ગુપ્ત મામલાઓની સેનેટની પસંદ કરાયેલ સમિતિના રેન્કિંગ સેનેટર માર્ક વાર્નરનો આ પ્રસ્તાવ ચીન દ્વારા પૂર્વ લદાખમાં ચીની સેનાની ગતિવિધિઓ બાદ રજુ કરવામાં આવ્યો છે. કોર્નિન અને વાર્નર સેનેટ ઇન્ડિયા કૉકસના સહ અધ્યક્ષ પણ છે.
કોર્નિને જણાવ્યું છે કે સેનેટ ઇન્ડિયા કૉકસના સહ-સંસ્થાપકના રૂપમાં મને અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત સંબંધોનું મહત્વ ખબર છે. સમગ્ર મુદ્દે રાજકીય સમાધાનની પણ હિમાયત કરી છે.

સેનેટરે જણાવ્યું, ‘હું ચીન સામે ઉભા થનાર અને હિન્દ મહાસાગર વિસ્તારને સ્વતંત્ર બનાવી રાખવાની ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. દરવખત કરતા હવે એ વધુ જરૂરી છે કે આપણે ભારતીય ભાગીદારોનો સહકાર આપીયે. કારણે કે તેઓ ચીનની આક્રમકતા વિરુદ્ધ બચાવ કરી રહ્યા છે.
ચીની એપ્સ પર ભારતના પ્રતિબંધનો ઉલ્લેખ કાર્ય વગર તેમણે જણાવ્યું કે અમે ભારતને ચીની સુરક્ષાના જોખમ સામે પોતાના દૂરસંચારના મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવેલા પગલાંના વખાણ કરીયે છીએ અને સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત વચચે રક્ષા, જાસૂસી અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા ઇચ્છીયે છીએ.
MUST READ:
- Kursi Nashin/ અંગ્રેજોની સામે બેસવા માટે પણ પરમિશનની જરૂર, 1887નું પ્રમાણપત્ર જોઇને વિચારમાં પડી જશો
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
- એરફોર્સના ઈતિહાસનો આઘાતજનક અકસ્માત / બે અલગ રાજ્યોમાં એરફોર્સના એક સાથે એક જ સમયે ત્રણ વિમાનો ક્રેશ
- રાજસ્થાન, બાદ MPના મુરેનામાં વધુ એક સુખોઈ અને મિરાજ ક્રેશ
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો