GSTV
Home » News » પીએમ મોદી બાદ હવે માયાવતીના જીવન પર બનશે ફિલ્મ, આ એક્ટ્રેસ નિભાવશે બસપા પ્રમુખનો રોલ

પીએમ મોદી બાદ હવે માયાવતીના જીવન પર બનશે ફિલ્મ, આ એક્ટ્રેસ નિભાવશે બસપા પ્રમુખનો રોલ

Mayawati

બોલીવુડમાં રાજનેતાઓની રિયલ લાઇફ પર બની રહેલી ફિલ્મોની કડીમાં વધુ એક નામ સામેલ થયું છે. ડોક્ટર મનમોહન સિંહ, બાલ ઠાકરે, એનટી રામારાવ, નરેન્દ્ર મોદી અને જયલલિતા બાદ હવે દેશમાં દલિત રાજકારણને શક્તિશાળી બનાવનાર માયાવતીના જીવને ફિલ્મકારોને આકર્ષિત કર્યા છે.

mayawati news

સૂત્રોએ જણાવ્યા અનુસાર યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતી પર પણ બાયોપિક બની શકે છે. આ ફિલ્મનું ડાયરેક્શન સુભાષ કપૂર કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર માયાવતીની બાયોપિક માટે બોલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલનને કાસ્ટ કરવામાં આવી શકે છે. જો કે આ અહેવાલનોને સુભાષ કપૂરે નકારી કાઢ્યા છે.

જો આ રિપોર્ટ્સ સાચા ઠરે તો વિદ્યા બાલન માટે આ એક સોનેરી તક હશે. જણાવી દઇએ કે હાલ વિદ્યા બાલન એક વેબ સીરીઝમાં કામ કરી રહી છે. તેમાં તે પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

જણાવી દઇએ કે માયાવતી ભારતના રાજકારણમાં ગત અઢી દશકથી મોટી શક્તિ રૂપે નજરે આવતા રહ્યાં છે. તેમણે અલગ અલગ ટર્મમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કામ કર્યુ છે. તેમને લઇને રાજકારણમાં અનેક વિવાદ અને આરોપ પણ છે. હવે જોવું રહ્યુ કે માયાવતીની બાયોપિક બને તો તેમાં તેમના જીવનના કયા પાસાઓને દર્શાવવામાં આવશે.

Read Also

Related posts

પ્રધાનમંત્રી બીજી વખત આ સંમેલનમાં ભાગ નહીં લે, આ વ્યક્તિ કરી શકે છે ભારતનું પ્રતિનિધિત્વ

Bansari

મલાઈકાની બર્થડે પાર્ટીમાં ગર્લગેંગ સાથે એન્જોય કરતો જોવા મળ્યો અર્જુન કપૂર

NIsha Patel

બ્રેક્ઝિટમાં બ્રિટનની સરકારને મળી પ્રથમ સફળતા, ડીલ હવે બની જશે કાયદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!