GSTV
Home » News » ૨૦૧૯માં આ છ હિરોઈનોની રિલીઝ થશે બાયોપિક ફિલ્મ, જેક્લીનનો રોલ હશે દમદાર

૨૦૧૯માં આ છ હિરોઈનોની રિલીઝ થશે બાયોપિક ફિલ્મ, જેક્લીનનો રોલ હશે દમદાર

છેલ્લા થોડા સમયથી એક યા બીજી સેલેબ્રિટિની બાયો-ફિલ્મોનો રીતસર રાફડો ફાટયો હોય એવું વાતાવરણ સર્જાયું છે. ૨૦૧૯ના વર્ષમાં એક બે નહીં પણ પૂરી છ છ બાયો-ફિલ્મો રજૂ થવાની છે અને મહત્ત્વની વાત એ છે કે છએ છ ફિલ્મો મહિલાઓની બાયો-ફિલ્મ હશે. આમ તો અત્યાર અગાઉ કેટલીક મહિલાઓની બાયો-ફિલ્મ જુદી જુદી રીતે આવી ચૂકી છે જેમાં મહિલા માફિયા ડૉન હસીના પારકર, સ્વર્ગસ્થ વડા પ્રધાન ઇંદિરા ગાંધી, સાઉથની સેક્સ બોમ્બ સિલ્ક સ્મિતા, વગેરેની બાયો-ફિલ્મોનો સમાવેશ થાય છે.

સૌથી મહત્ત્વની ફિલ્મ ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન પ્લેયર સાઇના નેહવાલની છે. આ ફિલ્મ એક યા બીજા કારણે સતત વિલંબમાં પડી રહી હતી. પરંતુ આ વરસે આ ફિલ્મ અચૂક રજૂ થવાની છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાઇના નેહવાલનો રોલ કરી રહી છે અને એ માટે એણે ખુદ સાઇનાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સતત આકરી તાલીમ પણ લીધી છે.

બીજી ફિલ્મ રાઝી ફેમ મેઘના ગુલઝારની છે. કોઇ યુવતીના એકપક્ષી પ્રેમમાં પાગલ યુવાનને એ યુવતી ઠુકરાવી દે ત્યારે આવેશમાં આવી જઇને એ યુવાન પેલી યુવતી પર એસિડનો હુમલો કરે છે એવી કથા ધરાવતી આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ નામની યુવતીની સત્યકથા છે અને મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણ આ ફિલ્મ કરી રહી છે.

ત્રીજી ફિલ્મ ૧૮૫૭ના બળવામાં મહત્ત્વનું પ્રદાન કરનારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની છે. મણીકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી નામે બનેલી આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા મોખરાની અભિનેત્રી કંગના રનૌત મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

ચોથી મહિલા બાયો-ફિલ્મ દેબોરાહ હેરોલ્ડની છે. ૨૦૦૪માં નીકોબારમાં ભીષણ ત્સુનામીથી ઊગરી ગયેલી દેબોરાએ ત્યાર બાદ પોતાના મક્કમ મનોબળના આધારે આંતરરાષ્ટ્રીય સાઇક્લીસ્ટ તરીકે ચમકીને આખી દુનિયાની શાબાશી મેળવી હતી. હાલ દેબોરા ફક્ત ૨૩ વર્ષની છે. આ ફિલ્મમાં શ્રીલંકન બ્યૂટી તરીકે જાણીતી જેક્લીન ફરનાન્ડિસ મુખ્ય રોલ કરવાની છે. હજુ આ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

ઐાર એક મહિલા બાયો-ફિલ્મ ભારતીય હવાઇ દળની મહિલા પાઇલટ ગૂંજન સક્સેનાની છે. આ ફિલ્મમાં સદ્ગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ સર્જક બોની કપૂરની પુત્રી અભિનેત્રી જાન્હવી કપૂર ચમકી રહી છે. જાન્હવીની આ ત્રીજી ફિલ્મ મછે. પહેલી ફિલ્મ કરણ જોહરની ધડક હતી જે ઇશાન ખટ્ટર સાથે કરી હતી. ત્યારબાદ કરણે એને પોતાની બીજી ફિલ્મ તખ્ત માટે સાઇન કરી હતી.ઔઅને છેલ્લી મહિલા બાયો-ફિલ્મ છે શકીલા. એેમાં રિચા ચડ્ડાએ મુખ્ય ભૂમિકા કરી છે. આ ફિલ્મ લગભગ તૈયાર થવા આવી છે. તાજેતરમાં એનું પોસ્ટર રજૂ થયું હતું અને સોશ્યલ મિડિયા પર એની વિડિયો ક્લીપ રજૂ થતાં હજ્જારો લોકોએ એને બિરદાવી હતી.

READ ALSO

Related posts

OMG ! કેટરિનાએ પહેરેલા આ ડ્રેસ ખરીદવા માટે તો એક ‘લોન’ લેવી પડે !

Pravin Makwana

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને એરલાઈન્સ કંપનીઓ એડવાઈઝરી જાહેર કરી

Nilesh Jethva

દીકરી શ્વેતાને લઈ ભાવુક થયા સદીના મહાનાયક, કરી દીધી દિલને સ્પર્શ કરનાર વાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!