GSTV
Bollywood Entertainment Trending

નૃત્યની સમ્રાગિની કહેવાતી સિતારા દેવીની બનશે બાયોપિક, 101માં જન્મદિવસે ઘોષણા

મશહુર કથ્થક ડાન્સર સિતારા દેવીને લોકો આજે પણ ભૂલ્યા નથી. ૮ નવેમ્બરના રોજ તેમની ૧૦૧ જન્મજંતિ હતી. તેમની સફળતાની પાછળ એક લાંબો સંઘર્ષ હતો જેને હવે રૂપેરી પડદા પર ઉતારવામાં આવશે.

સિતારા દેવીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમની ડેબ્યુ ફિલ્મ ઔરત કા દિલ હતી. આ ઉપરાંત તેમણે નહીના, રોટી, વતન ઔર અંજલી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

101માં જન્મદિવસે ઘોષણા

સિતારા દેવીનો જન્મ સાલ ૧૯૨૦માં કોલકાતામાં થયો હતો. તેમના જન્મદિવસે જ તેમની બાયોપિક બનાવાની ઘોષણા કરવામાં આવી છે. રાજ આનંદ મૂવીઝના નિર્માતા રાજ સી આનંદે ઘોષણા કરતાં કહ્યું હતું કે, સિતારા દેવીની વાર્તાને મોટા પડદે જીવંત કરવા માટે અમે ખુશ અને ઉત્સાહિત છીએ. અમને વિશ્વાસ છે કે, તેમની કહાની દર્શકોને જરૂર પસંદ આવશે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે, તેમના વાસ્તવિક જીવનની માફક જ તેમની બાયોપિક પણ આકર્ષિક હશે.

ફિલ્મ સાથે જોડાયેલા સ્ટારકાસ્ટની ઘોષણા કરવામાં આવી નથી.આ ફિલ્મમાં તેમની સાથે જોડાયેલ દરેક વાસ્તવિક પ્રસંગો,કિસ્સાઓ અને ઘટનાઓને ખંખોળવાનું કામ ફિલ્મની ટીમે કરી દીધું છે. સિતારા દેવીને ૧૬ વરસની વયે જ નૃત્ય સમ્રાગિનીનો ખિતાબ રવિન્દ્ર નાથ ટાગોરે આપ્યો હતો.

Read Also

Related posts

Ration Card/ ડીલર પાસેથી રાશન લેવાના નિયમોમાં થયો ફેરફાર! જલ્દીથી જાણી લો શું છે નવા નિયમ

Hemal Vegda

‘વિક્રમ વેધા’ ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી ટીમ, સૈફ અલી ખાને કર્યો આ મજેદાર ખુલાસો

GSTV Web Desk

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda
GSTV