GSTV
Home » News » Biopic: સાનિયા મિર્ઝાના જીવન પર બનશે ફિલ્મ, કર્યા કરાર

Biopic: સાનિયા મિર્ઝાના જીવન પર બનશે ફિલ્મ, કર્યા કરાર

ભારતીય મહિલા ટેનિસને નવા શિખરે પહોંચાડનાર સાનિયા મિર્ઝાના પ્રશંસકો માટે આનંદના સમાચાર આવ્યા છે. સાનિયા, જે છેલ્લા અમૂક મહિનાથી રમતથી દૂર છે, તેના પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. સાનિયા મિર્ઝાએ શુક્રવાર (8 ફેબ્રુઆરીએ) દાવો કર્યો કે ફિલ્મકાર રોની સ્ક્રૂવાલા તેમના જીવન પર આધારિત (બાયોપિક) ફિલ્મ બનાવશે. સાનિયા ગ્રાન્ડસ્લેમ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

View this post on Instagram

🌸🌹🌺 #Feels

A post shared by Sania Mirza (@mirzasaniar) on

32 વર્ષની સાનિયા મિર્ઝાએ છ ગ્રાન્ડસ્લેમ ડબલ્સ ખિતાબ જીત્યા છે. જેમાં ત્રણ મહિલા ડબલ્સ અને ત્રણ મિક્સ્ડ ડબલ્સ ખિતાબ સામેલ છે. સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે તેમણે આ બાયોપિક માટે કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે અને તેના પર પહેલેથી જ કામ શરૂ થયુ છે. સાનિયા મિર્ઝા લગભગ આઠ મહિનાથી રમતથી દૂર છે. સાનિયા ગયા વર્ષે ઓક્ટોબરમાં માતા બની છે. સાનિયાએ ગયા મહિને કહ્યું હતું કે તેણી ફરીથી અભ્યાસ શરૂ કરી રહી છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં રમત ક્ષેત્રે વાપસી કરી શકે છે.

View this post on Instagram

🌺🌸🌻

A post shared by Sania Mirza (@mirzasaniar) on

સાનિયાએ એક કાર્યક્રમની અંદર કહ્યું, ‘આ શાનદાર છે. આ અંગે ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી. કરાર પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. જેની હું રાહ જોઈ રહી છું.’ તેમણે જણાવ્યું કે ફિલ્મના પ્રારંભિક દોરનુ કામ શરૂ થઇ ગયુ છે. સાનિયાએ કહ્યું, ‘આ બધુ આપસી સમજદારીથી થઇ રહ્યું છે. મને લાગે છે કે આ મારી કહાની છે તો તેમાં મારું સૂચન મહત્વનુ રહેશે.’

સાનિયા મિર્ઝાએ કહ્યું, ‘અમારી વાતચીત ઘણી પ્રારંભિક દોરમાં છે. તેથી આજે અમે ફક્ત તેની જાહેરાત કરી રહ્યાં છે અને ત્યારબાદ નિર્દેશક, લેખક અને અભિનેતાઓ વિશે વિચારીશું. હજી તેમાં ઘણો સમય થશે.’ આ અગાઉ છેલ્લા અમૂક વર્ષોમાં ખેલાડીઓના જીવન પર એમસી મેરીકૉમ, દંગલ, ભાગ મિલખા ભાગ અને એમએસ ધોની જેવી બાયોપિક બની છે.

READ ALSO

Related posts

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!