GSTV

બાયોડીઝલ કેસનો રેલો હવે પૂર્વ પ્રધાન વાસણ આહિર સુધી પહોંચ્યો, પૂર્વ મંત્રીના પુત્રની કંપનીનું નામ આવતા મચી ચકચાર

Last Updated on September 17, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના સુરત માંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરથી ઝડપાયેલા બાયોડીઝલ રેકેટનો રેલો હવે પૂર્વ પ્રધાન વાસણ આહિર સુધી પહોંચતા ચકચાર મચી ગઇ છે. બાયોડીઝલ કેસમાં વાસણ આહીરના પુત્રની અરિહંત એન્ટરપ્રાઇઝ નામની કંપનીનું નામ સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓએ વાસણ આહીરના પુત્ર રણછોડ આહીરની કંપની પાસેથી બેઝ ઓઇલની ખરીદી કરી હોવાની કબૂલાત કરી છે.

અરિહંત એન્ટરપ્રાઇઝ નામની કંપનીનું નામ સામે આવતા ચકચાર

  • બાયોડીઝલ કેસમાં પૂર્વ મંત્રી વાસણ આહીરના પુત્રની અરિહંત એન્ટરપ્રાઇઝ નામની કંપનીનું નામ સામે આવતા ચકચાર
  • ઝડપાયેલા આરોપીઓએ પૂર્વ મંત્રીના પુત્ર રણછોડ આહીરની કંપની પાસેથી બેઝઓઇલ ખરીદી કરી હોવાની આપી કબૂલાત
  • પૂર્વ મંત્રીના પુત્ર તેમજ કંપનીના અન્ય ભાગીદારો સહિત પાંચ લોકોને ક્રાઈમ બ્રાન્ચે નોટીસ આપી
  • સમગ્ર કેસ સંલગ્ન નિવેદન નોંધાવવા હાજર થવા સમન્સ પાઠવાયું

રણછોડ આહિર તેમજ કંપનીના અન્ય ભાગીદારો સહિત પાંચ લોકોને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ ફટકારી

આ મામલે હવે રણછોડ આહિર તેમજ કંપનીના અન્ય ભાગીદારો સહિત પાંચ લોકોને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ ફટકારી છે.તમામને નિવેદન નોંધાવવા હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!