GSTV
Home » News » બિનસચિવાલય પરીક્ષા રદ, રૂપાણી સરકારનો 10 લાખ ઉમેદવારોના હિતમાં સૌથી મોટો નિર્ણય

બિનસચિવાલય પરીક્ષા રદ, રૂપાણી સરકારનો 10 લાખ ઉમેદવારોના હિતમાં સૌથી મોટો નિર્ણય

અંતે બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને રદ કરી દેવાઇ છે. આ અંગે એસઆઇટીના ગઠન બાદ એસઆઇટીએ એકત્રિત કરેલા પુરાવા અને એફએસએલના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છેકે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાને લઇને અસંખ્ય વિદ્યાર્થીઓએ અનેક દિવસો સુધી ધરણા કર્યા હતા.

જે બાદ રાજ્ય સરકારે આ મામલે એસઆઇટીની રચના કરીને 10 દિવસમાં એસઆઇટી તેનો રિપોર્ટ સોંપશે તેવી વાત કરી હતી. આ રિપોર્ટ તૈયાર કરીને એસઆઇટીએ તેનો રિપોર્ટ સીએમને સોંપતા આ રિપોર્ટમાં પ્રથમ દ્રષ્ટીએ જ પરીક્ષામાં ઘોર ગેરરીતી થઇ હોવાનું જણાતા સીએમે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરીક્ષા બીજીવાર રદ થઈ છે.

  • દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે
  • વિડીયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ થયું
  • આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત ધોરણ-12ને બદલે સ્નાતકની કરવા સરકારે પરીક્ષા મોકૂફ કરી નવી તારીખો જાહેર કરી હતી
  • બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાને લઇને અસંખ્ય વિદ્યાર્થીઓએ અનેક દિવસો સુધી ધરણા કર્યા હતા
  • પેપરલીક થયું હોવાનું સાબિત થતાં સરકારે લીધો છે આ નિર્ણય

દોષિતો સામે ફરિયાદ નોંધાશે, પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ

આ મામલે કુલ 4 ફરિયાદ નોંધાઈ છે. દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે. તપાસ દરમિયાન વિડીયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ થયું છે. તે સિવાય વિદ્યાર્થીઓએ સરકારને અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું. 

આ પરીક્ષા બીજીવાર થઈ રદ


આ અગાઉ આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત ધોરણ-12ને બદલે સ્નાતકની કરવા સરકારે પરીક્ષા મોકૂફ કરી નવી તારીખો જાહેર કરી હતી. પરંતુ તેમાં પણ પરિક્ષાર્થીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કરતાં સરકારે તે જાહેરાત પણ રદ્દ કરી ભરતી માટે ધોરણ-12 પાસની લાયકાત યથાવત રાખી હતી.

આ પહેલા એસઆઈ રિપોર્ટ મોડો સોંપશે તેવી વાત સામે આવી હતી

ગૌણ સેવા મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિના મામલે એસઆઈટી હવે રિપોર્ટ સોંપવામાં મોડું કરે તેવી વાતો વહેતી થઈ હતી. સરકારે પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે એસઆઈટીની રચના કરી હતી. જેથી આ રિપોર્ટની રાહ 10 લાખ ઉમેદવારો જોઈ રહ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. જે બાદ પરીક્ષાર્થીઓના આંદોલનના પગલે પાંચમી ડિસેમ્બરે રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી અને એસઆઈટીએ સમગ્ર તપાસનો રિપોર્ટ 10 દિવસમાં સરકારને સોંપવાની જાહેરાત કરી હતી. આજે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે.

જોકે, હવે એસઆઈટી તપાસ રિપોર્ટ સોંપવામાં વિલંબ કરી શકે તેવી શક્યતા હતી. પરીક્ષામાં થયેલી ગેરરિતી મામલે તપાસ કરી રહેલી એસઆઈટીએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસીત વોરા સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે. જોકે, આ મામલે અસીત વોરાએ મીડિયા સમક્ષ મૌન ધારણ કર્યુ હતુ. બિન સચિવાલય પરીક્ષા રદ મામલે એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સરકાર મોડે મોડે પણ જાગી અને આ યુવાનોની જીત છે. થોડા સમય પહેલા એસઆઈટીના અધ્યક્ષ કમલ દયાણી, મનોજ શશીધર, જ્વલંત ત્રિવેદી ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઓફિસ પહોંચ્યા હતા. ગાંધીનગર રેન્જ આઈ જી મયક સિંહ ચાવડા, જીએડીના વડા પણ પ્રદીપસિંહની ઓફિસ પહોંચ્યા હતા. અને સીટના સભ્યોની બંધબારણે બેઠક યોજાઈ હતી. આ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પણ બેઠક મળી હતી. 

તો બીજી તરફ તપાસમાં એફએસએલ રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું હતું. જેથી પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર છોડવામાં આવ્યો છે. જેથી આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રદિપસિંહ જાડેજાએ 10 લાખ છાત્રોના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

અપાચેની એન્ટ્રી માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મન, જાણો આ ઘાતક લડાકુ હેલિકોપ્ટર પર મોદીએ કેમ ઉતારી પસંદગી

Bansari

દિલ્હી હિંસા : 14 ક્લાકમાં 2 મોટી બેઠકો યોજાઈ, ગૃહ મંત્રી- મુખ્યમંત્રી વચ્ચે હાઈ લેવલ મીટિંગ

pratik shah

અમેરિકા સાથે ડિફેન્સ ડીલ પાક્કી, ટ્રેડ ડીલ માટે મોદી સરકારે પ્રથમ સ્ટેજ પાર કર્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!