GSTV
Home » News » KBC10: ગુજરાતના સંદીપ બાદ સૌથી વધુ રકમ જીતી આ મહિલાએ, 7 કરોડના સવાલ પર જુઓ શું થયું

KBC10: ગુજરાતના સંદીપ બાદ સૌથી વધુ રકમ જીતી આ મહિલાએ, 7 કરોડના સવાલ પર જુઓ શું થયું

અમિતાભ બચ્ચનનો રિયાલીટી શો ‘કોન બનેગા કરોડપતિ’ સીઝન 10 દર્શકોએ ખુબ વખાણ્યો છે. ટીઆરપી યાદીમાં પણ આ શો ટોપ 10 માં સમાવેશ થાય છે. શોમાં આવનારા ઘણા કન્ટેસ્ટન્ટ અહીંથી મોટી રકમને જીતે છે, પરંતુ અત્યાર સુધી કોઈ 50 લાખનો પડાવ પાર કરી શક્યા નથી. આ શો 4 સપ્ટેમ્બર થી શરૂ થયો. અત્યાર સુધી ભાગલપુરની ટિકિટ એક્ઝામનર સોમેશ કુમાર ચૌધરી અને ગુજરાતનાં ગ્રાફિક ડિઝાઇનર સંદીપ સવાલિયાએ 25 લાખ રૂપિયાની રકમ જીતી છે. 50 લાખના પ્રશ્નો પર બન્ને બહાર નીકળી ગયાં.

હવે બિનીતા જૈન નામની એક સ્ત્રી બધા પ્રશ્નોના સાચા જવાબ આપી 1 કરોડ રૂપિયા જીતી ચૂકી છે. આ શો 2 ઓક્ટોબરે ટેલિકાસ્ટ થશે. શોના પ્રિમીયરમાં બતાવવામાં આવ્યું છે કે બિગ બી હવે બિનીતાને 7 કરોડનો પ્રશ્ન પૂછશે. બિનીતા આ પ્રશ્નનો જવાબ આપશે કે નહીં એ તો શો ટેલિકાસ્ટ થાય ત્યારે જ ખબર પડે. ઉલ્લેખનીય છે કે પાછલા સિઝનમાં પણ કોઈ કન્ટેસ્ટન્ટ 7 કરોડ રૂપિયા જીત્યું ન હતું.

Related posts

હરિયાણામાં લાગુ થશે NRC, બીજા દેશોના લોકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો અધિકાર નહીં : ખટ્ટર

Arohi

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari

પાણીમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવો પડ્યો બહુ મોંઘો, થઈ એવી દુર્ઘટના કે, ક્યારેય ભૂલી નહીં શકે છોકરી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!