GSTV

ભારતે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સેન્જ Binanceને મોકલ્યું સમન્સ, EDની સમક્ષ થવું પડશે હાજર

સુપ્રીમ

Last Updated on July 30, 2021 by pratik shah

એન્ફોર્સમેન્ડ ડિરોક્ટોરેટે દુનિયાની સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બિનેન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના અધિકારીઓને પૂછપરછ માટે સમન મોકલીને હાજર થવા જણાવ્યું છે. ઇડી હવે કંપનીના જવાબની રાહ જોઈ રહી છે.એક મીડિયા રિપોર્ટ મુજબ આ કેસમાં જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે ભારતની એન્ટી મની લોન્ડ્રિંગ એજન્સી તે વાતની તપાસ કરી રહી છે કે શું બેટિંગ એપ્સ અંગે ચાલી રહેલી તપાસમાં બિનેન્સ હોલ્ડિંગ્સની કોઇ ભૂમિકા હતી કે કેમ ?

બેટિંગ એપ્સની તપાસ કરી રહ્યું

 ભારત ચીની ઓપરેટરો દ્વારા ચલાવાઈ રહેલા તે બેટિંગ એપ્સની તપાસ કરી રહ્યું છે કે જેણે વઝીર એક્સ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ મારફત કથિત રીતે મની લોન્ડ્રિંગ માટે 10 અબજ રૂપિયા એટલે કે 134 મિલિયન ડોલરથી વધુ એકત્ર કર્યા હતા.

બિટકોઇન

બિનેન્સે 2019માં વઝીર એક્સને ખરીદી લીધી હતી.. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપના ઓપરેટર્સે બિનેન્સના પ્લેટફોર્મ પર નાણાને ખરીદવા.. બદલવા અને ટ્રાન્સફર કરવા માટે વઝીર એક્સની સાથે વોલેટનો ઉપયોગ કર્યો હતો.

READ ALSO

Related posts

સંશોધન / પ્લાસ્ટિક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાંના કેમિકલ્સ કરી શકે છે મેદસ્વીતા અને વજનમાં વધારો, અભ્યાસમાં થયો ચોંકાવનાર ખુલાસો

GSTV Web Desk

રશિયા vs અમેરિકા/ વિવાદે લીધો નવો વળાંક, યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા પર વરસ્યા

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!