GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને ફટકો, કદાવર નેતા જોડાઈ ગયા કોંગ્રેસમાં

ભારતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે ભાજપ અન કોંગ્રેસ સામે મહાગઠબંધનનું શક્તિપ્રદર્શન પણ થયું હતું. જેથી હવે મોદી સરકાર પણ ચિંતામાં મુકાય છે. ત્યારે વાઈબ્રન્ટમાં વ્યસ્ત ભાજપને કોંગ્રેસે ઝટકો આપી દીધો છે.

લોકસભાની ચૂંટણી પહેલા ઘણા સમીકરણો બદલાઈ શકે છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે. આવતીકાલે બપોરે 3.30 વાગ્યે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. બિમલ શાહ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડશે. મહત્વનું છે કે બિમલ શાહ કપડવંજ વિધાનસભાની બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે. ત્યારે હવે તેમણે ભગવો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ભાજપમાંથી કોંગ્રસમાં એક મોટો ઉલટફેર થયો છે. બિમલ શાહ છેલ્લા કેટલાય સમયથી ભાજપથી નિરાશ ચાલી રહ્યા હતા. તે જોતા લોકસભાની ચૂંટણી આડે હવે થોડા મહિનાનો સમય બાકી હતો ત્યારે તેમણે પક્ષપલટો કરી ભાજપને ઝટકો આપ્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતવા માટે એડિચોટીનું જોર લગાવી રહી છે. આ પહેલા જ કોંગ્રેસ જીતનો દાવો કરતા 13 બેઠકો પર જીતનો ઝંડો લહેરાવવાનો કોન્ફિડન્સ બતાવ્યો હતો. ત્યારે તેમણે બિમલ શાહને પોતાની પાસે બોલાવી ભાજપના ગઢમાં ગાબડુ પાડ્યું છે. જો કે બિમલ શાહનો કોઈ એવો મોટો રાજકિય ઈતિહાસ નથી રહ્યો. જેનાથી કોંગ્રેસની વોટબેંકમાં ફર્ક પડે. બીજી તરફ ભાજપ કોંગ્રેસના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયાને ખેંચી જઈ માસ્ટર સ્ટ્રોકનું કાર્ડ રમી ચૂકી છે. ત્યારે ભાજપમાંથી થયેલી ઉલટફેરમાં બિમલ શાહ કોંગ્રેસને કંઈ ફાયદો કરાવી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

READ ALSO

Related posts

માઉન્ટ આબુમાં ફસાયેલા ચાર રાજ્યોના શ્રમીકોનો આખરે વતન જવાનો માર્ગ થયો મોકળો

Nilesh Jethva

મૌલાના સાદની વધશે મુશ્કેલીઓ, નિઝામુદ્દીન મરકઝના 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ પોલીસ દાખલ કરશે ચાર્જશીટ

Harshad Patel

લોકડાઉનમાં બેંકોએ વ્યાજ વસૂલવા વિરુદ્ધ કરાઈ અપીલ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર તેમજ RBI ને પાઠવી નોટીસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!