GSTV

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

બિટકોઈન

Last Updated on November 27, 2021 by Damini Patel

ક્રિપ્ટો કરન્સી બજારમાં આજે ભાવમાં સાર્વત્રિક ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. સાઉથ આફ્રિકામાં નવો કોરોના વાયરસ ફેલાતાં તથા વૈશ્વિક શેરબજારો તથા ડોલર ઈન્ડેક્સ ઉંચેથી ઝડપી નીચે ઉતરતાં અને ક્રૂડતેલના ભાવ ગબડતાં આ બધાની અસર આજે ક્રિપ્ટો કરન્સી બજાર પર દેખાઈ હતી, ભાવ સરેરાશ 7થી 9 ટકા તૂટયા હતા બિટ કોઈનના ભાવ આજે ઉંચામાં 59435 ડોલર થયા પછી નીચામાં ભાવ 53563 થઈ 54674થી 54675 ડોલર રહ્યા હતા.

માર્કેટ કેપ 1030 અબજ ડોલરના મથાળે ઉતરી ગયું

ક્રિપ્ટોકરન્સી

વેચવાલી વધતાં બિટ કોઈનમાં આજે ટ્રેડિંગ વોલ્યુમ વધી 1.85થી 1.90 અબજ ડોલરનું થયું હતું તથા ભાવ ગબડતાં બિટ કોઈનનું માર્કેટ કેપ 1110 અબજથી ઘટી આજે 1030 અબજ ડોલરના મથાળે ઉતરી ગયું હતું. માર્કેટ લીડર બિટ કોઈનના ભાવ તૂટતાં તેની પાછળ વિવિધ મિડકેપ તથા સ્મોલ કેપ ક્રિપ્ટો કરન્સીના ભાવ ગબડતાં જોવા મળ્યા હતા.

દરમિયાન મિડકેપ ક્રિપ્ટોમાં આજે ઈથેરના ભાવ ઉંચામાં 4554 ડોલર તથા નીચામાં ભાવ 3920 ડોલર થઈ 4112થી 4113 ડોલર રહ્યા હતા. ઈથેરના ભાવ તૂટતાં તેનું માર્કેટ કેપ 524થી 525 અબજથી ઘટી 500 અબજની અંદર ઉતરી આજે 482થી 483 અબજ ડોલરના મથાળે ઉતરી ગયાના સમાચાર હતા. ઈથેરમાં 1.65થી 1.70 અબજ ડોલરના સોદા થયા હતા.

સ્મોલ કેપ ક્રિપ્ટોમાં આજે એક્સઆરપીના ભાવ 9થી 10 ટકા તૂટી 100 સેન્ટની અંદર ઉતરી 95થી 96 સેન્ટ બોલાઈ ગયા હતા જ્યારે ડોજકોઈનના ભાવ 7થી 8 ટકા તૂટી 20થી 21 સેન્ટ બોલાયા હતા. કારડનોના ભાવ 9થી 10 ટકા તૂટી 158 સેન્ટ રહ્યા હતા. શિબાઈનુના ભાવ 3થી 4 ટકા ઘટી 0.000039 ડોલર બોલાતા થયા હતા.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!