લ્યો… વારંવાર આવતા મૂડ સ્વિંગ્સનું કારણ સાવ આવું નિકળ્યું, જાણી લો તમે પણ

શરીરમાં ખોરાકના પાચન માટે બેકટેરિયા જરુરી છે. આનાથી આગળ વધીને વૈજ્ઞાાનિકોએ એ પણ શોધ્યું છે કે આંતરડામાં રહેલા અબજો બેકટેરિયા માણસનો મૂડ પણ નકકી કરે છે. આ મૂડની અસર સ્ટ્રેસ લેવલ અને ઉંઘ પર થાય છે. આ ઉપરાંત ખોરાક લેવાની ઇચ્છા થવી કે ના થવી તેનો આધાર પણ બેકટેરિયા  પર રહેલો છે. 

જર્મનીમાં થયેલા એક વધુ રિસર્ચ મુજબ માણસના આંતરડામાં ૧૦૦૦૦ અબજથી વધુ સારા કે ખરાબ બેકટેરિયા હોય છે. સારા કે ખરાબ બેકટેરિયાના પ્રમાણનો આધાર જીવનશૈલી અને ખોરાક પર રહેલો છે. 

શરીરમાં રહેલા બેકટેરિયાને મગજ સાથે શું સંબંધ છે તે અંગે ઉંદર પર થયેલા પ્રયોગમાં જાણવા મળ્યું હતું.  આ પ્રયોગમાં ઉંદરના સમૂહને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. ઉંદરના એક જૂથને દૂધ અને દહીંમાંથી મળતા લેકટોબાસિલસ બેકટેરિયાવાળો ખોરાક આપવામાં આવ્યો હતો જયારે ઉંદરના બીજા દૂધને સાવ સાદો ખોરાક આપવામાં આવ્યો હતો. 

પ્રથમ જૂથ અને બીજા જૂથના ઉંદરના વર્તનમાં તફાવત જોવા મળતો હતો. જે ઉંદરોને જર્મ્સ અને લેકટિક એસિડવાળો ખોરાક અપાયો હતો તે વધારે સ્ટ્રોંગ હતા. આંતરડામાં રહેલા બેકટેરિયાના ખોરાકના કારણે આ વર્તનમાં બદલાવ આવ્યો  હતો. એ પણ ધ્યાનમાં આવ્યું કે જે ઉંદરના સારા  બેકટેરિયાનો અભાવ હતો તેના મગજની માઇક્રોગિલિયા કોશિકાઓ ઓછી સક્રિય હતી. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter