GSTV

લખલૂંટ ખર્ચ : અબજોપતિઓ વેક્સિન માટે જઈ રહ્યાં છે દુબઈ : બ્રિટનમાં 8 પ્રાઈવેટ પ્લેન લઇને પહોંચ્યા, દેશ છોડી રહ્યાં છે અમીરો

વેક્સિન

Last Updated on April 26, 2021 by Bansari

ભારતમાં કોરોના સંક્રમણ વધતા ગરીબ-અમીર સૌ કોઇમાં ભયનો માહોલ છે, જો કે દેશનાં ધનપતિઓ તો કોરોનાથી બચવા લખલૂંટ ખર્ચ કરીને પણ વેક્સિન લગાવી રહ્યા છે, અને તે માટે તે છેક દુબઇ જઇ રહ્યા છે, આ માલેતુજારો ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને દુબઇ પહોંચી રહ્યા છે, અને તે માટે તે 55 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી રહ્યા છે, ત્યાં ફાઇઝરની વેક્સિન લગાવવામાં આવી રહી છે, જ્યારે યુએઇમાં એસ્ટ્રાજેનેકા અને સાઇનોફાર્મ પણ છે, યુએઇમાં 40 વર્ષ તે તેથી વધુ વયના લોકોને મફતમાં વેક્સિન લગાવવામાં આવી રહી છે. બ્રિટનમાં પણ ભારતીય પ્લેનો પર પ્રતિબંધ લાગે એ પહેલાં 8 કરોડપતિઓ 1 કરોડનો ખર્ચ કરીને બ્રિટન પહોંચ્યા હતા. જેઓએ આ માટે કરોડોનું આંધણ કર્યું છે.

વેક્સિન

દુબઇએ રેસિડેન્ટ વીઝાધારકોને વેક્સિન માટે રજીસ્ટર કરવા માટેની મંજુરી આપી

દુબઇનાં રેસિડેન્ટ વીઝા ધરાવતા અમીર ભારતીય કોરોના વેક્સિન લગાવવા માટે દુબઇ તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ માર્ચથી શરૂ થયે છે, જ્યારે દુબઇએ રેસિડેન્ટ વીઝાધારકોને વેક્સિન માટે રજીસ્ટર કરવા માટેની મંજુરી આપી છે, દુબઇમાં વેક્સિન લગાવી ચુકેલા કેટલાક લોકો અને ચાર્ટર્ડ ઓપરેટર્સનું કહેવું છે કે કેટલાક લોકો વેક્સિન ડોઝ લગાવવા માટે દુબઇમાં જ રહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ત્યાં જઇ રહ્યા છે, ફાઇઝરની વેક્સિનનાં બે ડોઝ વચ્ચે ત્રણ સપ્તાહનું અંતર છે, આ અંગે કેટલાક લોકોએ નામ ન આવવાની શરતે આ વાત કરી.

વેક્સિન

દુબઇ આવવા-જવાનો ખર્ચ 35 લાખથી 55 લાખ રૂપિયા

વેક્સિન લગાવવા માટે દુબઇ આવવા-જવાનો ખર્ચ 35 લાખથી 55 લાખ રૂપિયા છે, આ ખર્ચ તેનાથી વધુ પણ થઇ શકે છે, તેમાં ઓપરેટરની પ્રાઇઝ, સીટી ઓફ ઓરિજિન, દુબઇમાં રહેવાનો સમયગાળો, અને નંબર ઓફ પેસેન્જર્સ પર આધાર રાખે છે, સામાન્ય રીતે જે ભારતીયોનો બિઝનેસ દુબઇમાં રજિસ્ટર છે, અને તેમની પાસે રેસિડેન્ટ વીઝા પણ છે, યુએઇ કેટલીક પ્રોફેશનલ કેટેગરીઝમાં પણ રેસિડેન્ટ વીઝા આપી રહ્યું છે.

Read Also

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!