GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

અબજોપતિ નીતા અંબાણીના છે આ 3 સપનાં, લંડનમાં કર્યા મોટા ખુલાસા

રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન તેમજ ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના પહેલા ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીએ લંડનમાં આયોજિત ધ સ્પોર્ટ બિઝનેસ સમિટમાં ઈન્સ્પાયરિંગ અ બિલિયન ડ્રીમ્સઃ ધ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીમાં વાત રાખતા પોતાના ત્રણ સપનાંઓ રજૂ કર્યા છે.

આ છે નીતા અંબાણીના ત્રણ સપનાં

નીતા અંબાણીએ કહ્યું કે ભારત દેશ તેજીથી પ્રગતિ કરી રહ્યો છે. તેઓએ પોતાના ત્રણ સપનાં અંગે જણાવ્યું કે પહેલું સપનું છે કે કોઈ પણ બાળક રમત ગમતની તકથી વંચિત ન રહે. તેઓએ કહ્યું કે તેઓ દેશના બંધારણમાં શિક્ષાના અધિકારની સાથે સાથે રમતગમતના અધિકારને પણ જાહેર કરવામાં આવે તેવું જોવા માગે છે. તેઓ અંગત રીતે દેશના તમામ બાળકો માટે આ સપનું પૂરું કરવા માગે છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે તેઓ આ વાતને પોતાના ધર્મ તરીકે લે છે.

નીતા અંબાણી પોતાના બીજા સપનાં અંગે જણાવ્યું કે તેઓ ભારતને વૈશ્વિક ખેલનું પાવરહાઉસ બનાવવા માગે છે. નીતા અંબાણીએ કહ્યું કે તેમનું સપનું છે કે દેશમાં ઓલ્મિપક અને ફીફા જેવી મોટી ટૂર્નામેન્ટનું આયોજન થાય. તેઓએ ત્રીજા સપના અંગે કહ્યું કે તેઓએ કહ્યું કે સૌથી મહત્વું લક્ષ્ય વિશ્વમાં શાંતિ ફેલાવવાનું છે. 2016માં રિયો ઓલ્મિપકમાં શરણાર્થીઓની ટીમે ઓલમ્પિકના ઝંડા નીચે પરેડ કરી, જે યુનિટીનું સૌથી શાનદાર ક્ષણ હતી. આ રમતગમતની તાકાતને પણ દેખાડે છે.

Read Also

Related posts

બુમરાહ પોતાને યોર્કર કિંગ નથી માનતો, આ બોલરને કહ્યો સર્વશ્રેષ્ઠ

Bansari

રશિયામાં નદી લાલચોળ થઈ ગઈ, એવું થયું કે પુટિને સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવી પડી

Dilip Patel

હવે સાચવજો : 500 ડોક્ટરો આ રાજ્યમાં કોરોનાનો ભોગ બન્યા, ગુજરાતમાં પણ 200થી વધારેને લાગ્યો ચેપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!