GSTV

બિલ ગેટ્સના પિતાનું 94 વર્ષની ઉંમરે નિધન, આ બિમારીથી પીડાઈ રહ્યા હતા

બિલ ગેટ્સ

દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સના પિતા બિલ ગેટ્સ સીનિયરનું 94 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. ગેટ્સ પરિવાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બિલ ગેટ્સ સીનિયર અલ્ઝાઇમરની બિમારીથી પીડિત હતા અને લાંબા સમયથી અસ્વસ્થ હતા. જાણતા વકીલ રહેલા બિલ ગેટ્સ સીનિયરે સિએટલના વુડ કેનાલ વિસ્તારમાં સ્થિત પોતાના બીચ હાઉસમાં અંતિમ શ્વાસ લીધાં. પિતાના મૃત્યુ પર દિગ્ગજ બિઝનેસમેન બિલ ગેટ્સે ટ્વીટ કર્યુ, માતા પિતા અસલી બિલ ગેટ્સ હતા. તેઓ તે શખ્સ હતાં જેની જેવો હું હંમેશા બનવા માગતો હતો. હું હવે તેમને દરરોજ યાદ કરીશ.

પિતાના નિધન પર બિલ ગેટ્સે કરી પોસ્ટ

પિતાના મૃત્યુ પર લખેલા એક નોટમાં બિલ ગેટ્સે કહ્યું, કાલે પરિવાર વચ્ચે માતા પિતાજી શાંતિથી મૃત્યુ પામ્યા. મારા પિતાજીનું નિધન અનપેક્ષિત ન હતુ. તેઓ 94 વર્ષના હતાં અને તેમનું સ્વાસ્થ્ય લથડતુ જઇ રહ્યું હતુ. અમે કેટલા ભાગ્યશાળી છીએ કે અમારા જીવનમાં આટલા વર્ષો સુધી આ અદ્ભૂત પુરુષ રહ્યાં અને અમે આ ભાવનાઓમાં એકલા નથી. મારા પિતાના જ્ઞાન, ઉદારતા, સહાનૂભૂતિ અને વિનમ્રતાનો દુનિયાભરના લોકો પર ખૂબ જ પ્રભાવ હતો.

તેમણે વધુમાં લખ્યું, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન મારા પિતા વિના આજે ત્યાં ન હોત જે આજે છે. કોઇ બીજા કરતાં વધુ તેમણે પાયાના મૂલ્યોને આકાર આપ્યો. તેઓ સહયોગી, વિવેકપૂર્ણ અને શીખવા પ્રત્યે ગંભીર હતા. તેઓ દેખાડાથી નફરત કરતાં હતા. ગેટ્સ ફાઉન્ડેશનના માધ્યમથી આવતા લોકો મારા પિતા સાથે કામ કરવા પર સન્માનિત મહેસૂસ કરતાં હતાં. તેમણે બધામાં સર્વશ્રેષ્ટ જોયુ અને તમામને વિશેષ અનુભવ કરાવ્યો.

Read Also

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!