GSTV
Gujarat Government Advertisement

US સંસદમાં રજૂ થયેલા આ બિલથી ભારતીયોને થશે ફાયદો

Last Updated on January 11, 2018 by

અમેરિકી સંસદમાં મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલથી ભારતીય પ્રોફેશનલોને ઘણો લાભ થઇ શકે છે. અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવેલા આ બિલમાં મેરિટના આધારે ઇમિગ્રેશન સિસ્ટમ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વાર્ષિક ગ્રીન કાર્ડ્સને 45 ટકા વધારવાની માંગ કરવામાં આવી છે. અમેરિકી પ્રતિનિધિ સબામાં રજૂ કરવામાં આવેલા આ બિલ જો પસાર થઇ જાય છે તો લગભગ 5 લાખ ભારતીયોને ફાયદો થઇ શકે છે. જે ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છી રહ્યા છે.

ટ્રમ્પ પ્રશાસનના સમર્થન ધરાવતા આ બિલને સિક્યોરિંગ અમેરિકાઝ ફ્યૂચર એક્ટ નામથી રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસથી પસાર થયા બાદ અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થયા બાદ તે કાયદો બની જશે. તેના કારણે ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ સમાપ્ત થઇ જશે અને એક વર્ષમાં કુલ ઇમિગ્રેશનનો આકંડો પણ વર્તમાન 10.5 લાખથી ઘટી 2.60 લાખ થઇ જશે.

આ બિલમાં ગ્રીન કાર્ડ્સ જાહેર કરવાની વર્તમાન મર્યાદાને 1.20 લાખથી 45 ટકા વધીને 1.75 લાખ વાર્ષિક કરવાની માંગ કરવામાં આવી છે. ભારતીય-અમેરિકી પ્રોફેશનલ્સ, જે શરૂઆતમાં એચ1-બી વિઝા પર અમેરિકા આવે છે અને બાદમાં સ્થાઇ રીતે રહેવા માટે કાયદાકીય રીતે અથવા ગ્રીન કાર્ડ હાંસલ કરવાનો વિકલ્પ પસંદ કરે છે તેને તેનાથી મોટો લાભ થઇ શકે છે.

માનવામાં આવે છે કે લગભગ 5 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવા ઉત્સુક છે અને પોતાના એચ1-બી વિઝાની સીમા વધારતા જઇ રહ્યા છે. ખાસ બાબત છે કે તેમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જે દાયકાથી ગ્રીન કાર્ડ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે એચ1-બી પ્રોગ્રામ હેઠળ અમેરિકાના અસ્થાઇ વિઝા મળે છે. જે બાદ કંપનીઓ કુશળ પ્રોફેશનલોને હાયર કરતી હોય છે. વાર્ષિક ગ્રીન કાર્ડ્સની સંખ્યામાં વધારો થવાથી સ્પષ્ટ છે કે અમેરિકામાં સ્થાઇ રીતે રહેવાની આશા રાખી રહેલા ભારતીય પ્રોફેશનલોની ધીરજનો હવે અંત આવશે. ગ્રીન કાર્ડ્સ મળવાથી વ્યક્તિને સ્થાઇ રીતે રહેવા અને કામ કરવા માટે અનુમતિ મળે છે.

Gujarat Government Advertisement

Related posts

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta

સરકાર અને સંગઠનની કથળેલી સ્થિતિથી અમિત શાહ લાલઘૂમ, નેતા અને અધિકારીઓનો લીધો ક્લાસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!