GSTV
Gujarat Government Advertisement

લગ્નના 27 વર્ષ પછી અલગ થયા બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સ, કહ્યું-હવે સાથે નહિ ચાલી શકીએ

Last Updated on May 4, 2021 by Damini Patel

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીઓમાં સામેલ બિલ ગેટ્સ અને એમની પત્ની મિલિન્ડા ગેટ્સએ લગ્નના 27 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય કર્યો છે. બંનેએ જારી કરેલ નિવેદનમાં કહેવામા આવ્યું છે કે હવે આવનારા સમયમાં અમે એક સાથે ચાલવા માંગતા નથી. તેમાં કહ્યું છે કે, ‘અમે લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમને એવું નથી લાગતું કે એક યુગલની જેમ અમે જીવનના આ મોડ પર એક સાથે આગળ વધી શકીએ છે.’

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ‘લાંબી વાતચીત અને પોતાના સબંધ પર કામ કર્યા પછી અમે અમારા લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ગયા 27 વર્ષ પછી ત્રણ અતુલ્ય બાળકની પરવરીશ કરી છે. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું જે દુનિયાભરના લોકોના સ્વસ્થ અને સારા જીવન માટે કામ કરે છે.’

‘અમે નવું જીવન શરુ કરવા જઈ રહ્યા છે’

આ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે આ મિશન માટે આગળ પણ કામ કરતા રહીશું. જો કે હવે અમને નથી લાગતું કે આવનારા સમયમાં અમે પતિ-પત્ની સાથે નહિ રહી શકીએ. એ માટે અમે નવું જીવન શરુ કરવા જઈ રહ્યા છે. એવામાં ,લોકો પાસે અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રિવેસીની અપેક્ષ છે.’

1987માં થઇ હતી બિલ-મિલિન્ડાની પહેલી મુલાકાત

બિલ ગેટ્સ અને મિલિન્ડાના લગ્ન વર્ષ 1994માં થયા હતા. જો કે આ દિવસોમાં તેમની પહેલી મુલાકાત 1987માં થઇ હતી. 27 વર્ષ સુધી લગ્નના બંધનમાં બંધાયા પછી અચાનક સબંધ તૂટી જવું હેરાનીની વાત છે. બિલ ગેટ્સની ગણતરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિના રૂપમાં થાય છે. એ ઉપરાંત તેમણે સમાજસેવી કાર્ય માટે પણ ઓળખવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજકોટ: કોરોનાના ખપ્પરમાં ગામડાઓ હોમાયા, સરપંચોને પાવર તો આપ્યા પણ તંત્ર કોઈ વાત સાંભળતુ નથી

Pravin Makwana

ચેતવણી / મીઠું ખાવામાં રાખજો સાવધાની : આ ભૂલો ભારે પડશે, દર વર્ષે 30 લાખ લોકોના થાય છે મોત

Bansari

સંવેદનાનું શાણપણ: જાહેર વિતરણ વ્યવસ્થાના ગુજરાતમાં ચિથરેહાલ, રાશનની અનેક દુકાનો પર ‘માલ નથી આવ્યો’ના બોર્ડ લાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!