બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં દોષિતોને પાછા જેલભેગા કરાય એવી શક્યતા પ્રબળ બની છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી 18 એપ્રિલે સુનાવણી રાખી છે. જસ્ટિસ કે.એમ. જોસેફ અને બી.વી. નાગરત્નાની બેન્ચે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરતી સંબંધિત ફાઇલો સાથે તૈયાર રહેવા ફરમાન કર્યું છે.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં એવી આકરી ટીપ્પણી કરી કે ખૂનના કેસોમાં હજારો કેદીઓ વરસો સુધી જેલમાં સબડે છે ત્યારે આ કેસમાં સરકારે દોષિતોને છોડવામાં બહુ સ્ફૂર્તિ દાખવી છે. ગુજરાત સરકારે આ કેસમાં સીધો સંબંધ ના હોય એવાં લોકો દ્વારા કરવામાં આવેલી અરજી સામે વાંધો લીધો હતો પણ સુપ્રીમ કોર્ટે આ વાંધાને ગણકાર્યો નથી. સુપ્રીમ કોર્ટ રાજકીય અને નાગરિક અધિકારો માટે લડતા કાર્યકરો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ ઉપરાંત બિલકિસ બાનો દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશન પર સુનાવણી કરી રહી છે.
READ ALSO…
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ