GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા

બિલકિસ બાનો

બહુચર્ચિત 2002 બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસના 11 આરોપીઓ જેલમાંથી બહાર આવી ગયા છે. તેમને ગુજરાત સરકારની રેમિસન પોલિસી હેઠળ મુક્ત કરાયા છે. આ બધા 11 આરોપીઓ ગોધરાની સબજેલમાં બંધ હતા. ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનુ સામૂહિક બળાત્કાર કેસના આરોપીઓની સજા ઘટાડવાનો નિર્ણય લેવાનું કહ્યું હતું.

બિલકિસ બાનો

ઉલ્લેખનીય છે કે આરોપીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. સજાના ચરિત્રને બદલ્યા વગર સજાનો સમયગાળો બદલવા આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારને નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે તમામ 11 આરોપીઓને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

બિલકિસ બાનો રેપ કેસ

2002માં રોજ દાહોદના રંધિકપુર ગામમાં બિલકિસ બાનોના પરિવાર પર 17 લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેના પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે 19 વર્ષિય બાનો પર બળાત્કાર આચરાયુ હતુ. જ્યારે તેના પર સામૂહિક દુષ્કર્મ આચરાયુ ત્યારે તેને પાંચ મહિનાનો ગર્ભ હતો. આ કેસની ટ્રાયલ શરૂઆતમાં ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવતા સુપ્રીમ કોર્ટે 2004માં કેસને મુંબઈ ખસેડ્યો હતો.

મુંબઈની કોર્ટે જાન્યુઆરી 2008માં બાનો પર બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવા બદલ 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટે સાતને નિર્દોષ જાહેર કર્યા હતા.

બિલકિસ બાનો

જ્યારે સજા પામેલા 11 લોકોએ સજા સામે અપીલ દાખલ કરી હતી, ત્યારે સીબીઆઈએ રાધેશમ શાહ સહિત ત્રણ દોષિતોને ફાંસીની સજાની માંગ કરતી અપીલ દાખલ કરી હતી, જેના પર બાનો પર બળાત્કાર સહિતના ગુનાની યોજના બનાવવા અને તેને અંજામ આપવાનો આરોપ હતો.

બોમ્બે હાઈકોર્ટે 11ની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપમાં મુકાયેલા સાત આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV