સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બિલકિસ બાનો કેસની સુનાવણી માટે વિશેષ બેંચ બનાવવા માટે સંમત થયા છે. બિલ્કીસ બાનોએ ગુજરાત સરકારના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેના હેઠળ ગેંગરેપના 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.

બિલ્કીસ બાનો વતી તેમના વકીલ શોફા ગુપ્તાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ જેબી પાદરીવાલાની બેન્ચ સમક્ષ આ મામલો મૂક્યો છે. એડવોકેટ ગુપ્તાએ બેંચ સમક્ષ એ પણ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ મામલાની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા.

આમ શોફા ગુપ્તાએ મુખ્ય ન્યાયાધીશને સુનાવણી માટે વિશેષ બેંચ બનાવવાની વિનંતી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ એક વિશેષ બેંચની રચના કરવા માટે સંમત થયા અને કહ્યું કે તેઓ આ મામલાને વહેલી તકે સૂચિબદ્ધ કરશે.
READ ALSO
- આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’
- બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે