GSTV
India News

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસના દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરતાં આ કેસમા નવો વળાંક આવ્યો છે. બિલકિસ બાનોએ પહેલી અરજી 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ અને બીજી અરજી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અંગે ફેરવિચારણાની છે. 

સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આદેશ આપ્યો હતો કે, દોષિતોને મુક્ત કરવા અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલકિસે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે,  મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી હતી ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે ? આ કેસમાં દોષિતોની મુક્તિ સામે પહેલાં જ અરજી થઈ ચૂકી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે આ કેસમાં દાખલ તમામ પિટીશન પર ઝડપથી સુનાવણી કરાશે.

કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે, બિલકિસ બાનોએ ઉઠાવેલા બંને મુદ્દામાં દમ છે તેથી સરકાર ભીંસમાં આવશે. બળાત્કાર અને હત્યાના દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય આઘાતજનક છે જ. ગુજરાત સરકારે કાયદા પ્રમાણે નિર્ણય લીધો કે નહીં એ મુદ્દો મહત્વનો નથી પણ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેવી જરૂરી છે.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી

Hardik Hingu

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk
GSTV