GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ફક્ત 9 રૂપિયામાં ફ્લાઇટથી કરો વિદેશ યાત્રા, ‘બિકીની’ એરલાઇન્સ લાવી જબરદસ્ત ઑફર

જો હજુ સુધી તમે હવાઇ મુસાફરી ન કરી હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે ફક્ત 9 રૂપિયામાં તમે પ્લેન દ્વારા વિદેશ યાત્રાનો આનંદ લઇ શકો છો. આ ઑફર વિયેતનામની વાઇટજેટ કંપની આપી રહી છે જેને બિકીની એરલાઇન્સના નામે ઓળખવામાં આવે છે. આ કંપની તમને દિલ્હીથી ચિ મિન્હની યાત્રા ફક્ત 9 રૂપિયામાં કરાવશે.

વિયેતનામની આ બજેટ એરલાઇન્સ કંપની ટૂંક સમયમાં દિલ્હીથી ચિ મિન્હ શહેર માટે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે. કંપનીએ જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી ભારતમાં આ એરલાઇનની સર્વિસ શરૂ થઇ જશે.

ભારતમાં નવી શરૂઆત કરવા જઇ રહેલા આ કંપનીએ ધમાકેદાર એન્ટ્રી માટે સુપર સેવિંગ ટિકિટ ઑફર અંતર્ગત ફક્ત 9 રૂપિયામાં યાત્રા કરાવાની ઘોષણા કરી છે. જો કે આ પ્રમોશનલ ઑફર ફક્ત થ્રી ગોલ્ડન ડે દરમિયાન જ માન્ય રહેશે.

ભારતમાં શરૂ થવા જઇ રહેલી આ વાઇટજેટ એરલાઇન્સ કંપનીના વાઇસ પ્રેસિડેંટે કહ્યું કે, ભારત અમારા માટે સર્વોચ્ચ માર્કેટમાંથી એક છે અને અમે અહીં સેવાની શરૂઆત કરીને પોતાના ફ્લાઇંગ નેટવર્કને વધારવા ઇચ્છીએ છીએ.

જણાવી દઇએ કે પોતાના નામ અને વિચિત્ર પ્રમોશનલ ટ્રિક્સના કારણે બદનામ રહેલી આ એરલાઇન કંપની દરરોજ આશરે 400 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે અને અત્યાર સુધી 129 રૂટ્સ પર તે 80 મિલિયન લોકોને યાત્રા કરાવી ચુકી છે.

Read Also

Related posts

દરેક નશાની લત દૂર કરશે રસોડમાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

Bansari

કૃષ્ણ જન્મદિને નથી રોહિણી નક્ષત્ર અને અષ્ટમીનો યોગ, જાણો ક્યા દિવસે ઉજવાશે જન્માષ્ટમી અને શું કહે છે જ્યોતિષીઓ

Karan

ચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

Karan
Do NOT follow this link or you will be banned from the site!