GSTV
Home » News » 90થી પણ વધુની માઇલેજ આપે છે આ બે ધાકડ બાઇક્સ, કિંમત 40 હજારથી પણ ઓછી

90થી પણ વધુની માઇલેજ આપે છે આ બે ધાકડ બાઇક્સ, કિંમત 40 હજારથી પણ ઓછી

પેટ્રોલના વધતાં ભાવથી જો તમે પરેશાન હોવ તો અમે તમને એવી બે બાઇકના ઓપ્શન્સ આપવા જઇ રહ્યાં છીએ જે તમારી આ પરેશાની દૂર કરી દેશે. TVS અને Bajaj આ બંને કંપનીઓના બાઇક્સ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમાં પણ જો તમારે ઓછા બજેટમાં વધુ માઇલેજની બાઇકની જરૂર હોય તો TVS Sport અને Bajaj CT100 તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો જાણી લઇએ આ બંને બાઇક્સની કિંમત અને માઇલેજ….

TVS સ્પોર્ટ લુક વાળી બાઇક છે. તેનું એન્જિન પણ દમદાર છે. કંપનીનો દાવો છે કે આ બાઇક એક લીટર પેટ્રોલમાં 95 કિલોમીટરની માઇલેજ આપે છે પરંતુ જાણકાર ભારતીય રસ્તાઓની વાસ્તવિક સ્થિતી અનુસાર તેની 76 kmplની માઇલેજ આપવાની વાત કરે છે. સાથે જ બજાજ CT100ની વાત કરીએ તો કંપની આ બાઇકની પણ 99.1 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. પોતાના સેગમેન્ટમાં આ સૌથી વધુ માઇલેજ આપતી બાઇક છે.

TVS Sportમાં 99.77ccનું એન્જિન આપવામાં આવ્યું છે જે 7.7bhp પારવ અને 7.8NM નો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ગિયર આપવામાં આવી છે. TVS સ્પોર્ટનું વજન 111kg છે. જ્યારે બજાજ CT 100માં 100ccનું એન્જિન છે જે 8.2 પીએમનો પાવર અને 8.05 NMનો ટૉર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ગિયર આપવામાં આવ્યાં છે.

TVS Sportની એક્સ શૉરૂમ કિંમત 39,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે બજાજ CT 100 KS Spoke CBSની કિંમત 33,402 રૂપિયાથી શરૂ થાય છે.

Read Also

Related posts

વેપારીઓ સુધરી ગયા કે અધિકારીઓ બગડી ગયા : 5500 ખાદ્ય પદાર્થોના નમૂનામાથી આઠ જ વાંધાજનક સાબિત થયા

Nilesh Jethva

Bigg Boss 13: રશ્મિ દેસાઈ પર ભડકી માહિરા શર્મા, ગુસ્સામાં કહ્યું કે…

pratik shah

દેશની સૌથી મોટી ઓટો કંપનીએ ગાડીઓ પર આપ્યું જોરદાર ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને થશે હજારો રૂપીયાનો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!