GSTV
Auto & Tech Jobs Life Trending

બાઇકના શોખીનો માટે છે આ પરફેક્ટ જોબ, જોઈન કર્તાની સાથે જ મળશે BMW -KTM જેવી ધાંસુ બાઈક

જો તમે બાઇક રાઇડિંગનો શોખ છે અથવા લકઝરી બાઈક્સ તમારી પસંદ હોય તો આ નોકરી તમારા માટે પરફેક્ટ બની શકે છે. કારણ કે ટેક સ્ટાર્ટઅપ કંપની જોઈનીંગ બોનસ તરીકે BMW, KTM અને Royal Enfiled જેવી બાઈક્સ ઓફર કરી રહી છે.

બાઇક

ફિનટેક સ્ટાર્ટઅપ કંપની BharatPeએ સારા એન્જીનીયર્સને હાયર કરવા માટે બાઈક પેકેજ લોન્ચ કર્યું છે. જોઈનીંગ દરમ્યાન આ ઓપશન પસંદ કરતા કમર્ચારીઓને કંપનીની BMW G 310 R, KTM Duke 390, Jawa Perak, KTM RC 390 અને Royal Enfield Himalayan જેવી બાઈક્સ આપવામાં આવશે.

BharatPe ઝડપથી પોતાનો વિસ્તાર કરી રહી છે. તેના માટે કંપનીને નવા એન્જીનીયર્સ અને કમર્ચારીઓની જરૂર છે. તેના માટે અનોખી જોઈનીંગ ઓફર અને રેફરલ પેકેજ કાઢ્યું છે. કંપનીએ બાઈક પેકેજની સાથે સાથે ગેજેટ પેકેજની પણ જાહેરાત કરી છે.

BharatPeએ માત્ર બાઈક શોખીનોને જ ધ્યાને નથી રાખ્યા પરંતુ ગેજેટ્સના શોખીનોને પણ ધ્યાનમાં રાખીને ‘ગેજેટ્સ પેકેજ’ આપી રહી છે.જેમાં નવા એમ્પ્લોઇઝને Bose Headphone, Apple iPad Pro, Harman Kardon Speaker અને Samsung Galaxy Watch જેવા ગેજેટ્સની પસંદગી કરવાની તક મળે છે.

તેની સાથે સાથે હેલ્થ ફ્રીક લોકોનું પણ ધ્યાન રાખ્યું છે. તેમના માટે કંપની જોઈનીંગ પર Firefox Typhoon 27.5 D જેવી સાયકલ પણ આ અનોખા પેકેજમાં આપી રહી છે. તો વર્ક ફ્રોમ હોમને લઈને કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે WFH desk and chair પણ આપે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગાજેલી ફિલ્મ ઉંધા માથે પછડાઈ / ‘વિક્રમ વેધા’ પ્રથમ સપ્તાહે જ બોક્સ ઓફિસમાં ધડામ, છેલ્લા 10 વર્ષમાં ઋત્વિકની બીજી ફ્લોપ ફિલ્મ

Hardik Hingu

સુરક્ષાબળોને મળી સફળતા / જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકી ઝડપાયો, જાણો સમગ્ર મામલો

Hemal Vegda

સાવધાન/ ભારતમાં દર 29માંથી 1 સ્ત્રીને થઈ રહ્યું છે બ્રેસ્ટ કેન્સર, કારણ ચોંકાવનારું

Hemal Vegda
GSTV