સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ચાલતા લોકમેળામાં મોતના કુવામાં બાઈક ચાલક પટકાયો છે..જેમાં ત્રણ લકોને ઈજા થઈ છે. લોકમેળામાં રહેલા મોતના કુવામાં બાઈક ચાલક લાકડાની પટ્ટીઓ પર બાઈક ચલાવતો હતો. ત્યારે બાઈકને પંચર પડતા આ દુર્ઘટના થઈ હતી. ઘાયલ ત્રણેય લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.