GSTV
Gujarat Government Advertisement

વાહન ચોરી/ નિકોલ અને ઓઢવમાંથી બાઈક ગુમ થયું હોય તો પકડાયો છે ચોર, 22 બાઈકો ચોરનાર પકડાયો

વાહન

Last Updated on January 22, 2021 by Bansari

અમદાવાદ શહેરમાં છેલ્લાં ધણાં સમયથી વાહન ચોરી કરતા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ક્રાઈમબ્રાંચે બાતમીનાં આધારે કઠવાડા ગામ જવાનાં રસ્તા પરથી ગોવિંદ ઠાકોર નામનાં શખ્સની ધરપકડ કરી છે. પુછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ 4.65 લાખની કિંમતના અલગ અલગ 20 જેટલા ટુ-વ્હીલરો ચોરી કર્યા હતા અને કઠવાડાથી પરઢોલ ગામ તરફ આવેલી ખારી નદીનાં કિનારે ગોચરની જમીનમાં આ વાહનો મુક્યા હતા.

ક્રાઈમબ્રાંચે વાહન ચોરીનાં 22 ગુનાનો ભેદ ઉકેલ્યો

ક્રાઈમબ્રાંચે તમામ વાહનો કબ્જે લઈને વાહન ચોરીનાં 22 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તેમજ આરોપીએ અગાઉ કોઈ વાહનો ચોરી કરીને કોઈને વેંચ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વાહન

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અશરફ બ્લોચના સ્કોડે સફળતા પૂર્વક ચોરને દબોચ્યો હતો નિકોલ અને ઓઢવ સહિતના વિસ્તારમાં ચોરાયેલા બાઇકો ના ગુનાંનો ભેદ ઉકેલાઈ ગયો હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!