GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

લોકડાઉનમાં પરિવારને ઘર પહોંચાડવા ચોરી કરી બાઈક, બે અઠવાડિયા બાદ ઈમાનદારીથી આ રીતે કરી પરત

કોરોના વાયરસના સંક્રમણને પર નિયંત્રણ લાવવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યુ છે, જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ઘણા લોકો અલગ-અલગ શહેરોમાં ફસાઈ ગયા છે. ખાસ કરીને પ્રવાસી મજૂરોને પોતાનુ ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલી પડી રહ્યુ છે. એવામાં તેઓ કોઈપણ રીતે પોતાના ઘરે પરત ફરવા માગે છે. ઘણા લોકો હજારો કિલોમીટર પગપાળા ચાલવા માટે મજબૂર થઈ ગયા છે. ઘરે પરત ફરવાની એક દિલચસ્પ ઘટના તમિલનાડુમાં સામે આવી છે. અહીંયા પરિવારજનોને ઘરે પોહોંચાડવા માટે એક શખ્સે બાઈક ચોરી લીધી અને ફરીથી તેને પાર્સલ કરી પરત પણ મોકલી દીધી છે.

ઈમાનદાર પ્રવાસી

આ ઘટના તમિલનાડુના કોયમ્બટૂરની છે. જ્યાં ચાની એક દુકાન પર કામ કરનાર એક શખ્સ લોકડાઉનના કારણે ફંસાઈ ગયો છે. એવામાં તેણે 18મેના રોજ પોતાની પત્ની અને બાળકોને ઘરે પહોંચાડવા માટે એક બાઈક ચોરી લીધી હતી. બે અઠવાડિયા બાદ તેણે પ્રામાણિકતા સાથે બાઈકને પાર્સલ થકી પરત મોકલી દીધી હતી. બાઈકના માલિક એક આંત્રપેન્યોર છે અને એન્જીનિયરિંગ ટૂલ્સ બનાવવાનુ એક યુનિટ ચલાવે છે.

પાર્સલ થકી મોકલાવી બાઈક

બાઈકના માલિક સુરેશ કુમારે જ્યારે પાર્સલવાળાને કોલ કર્યો તો, તે પોતાની બાઈક જોઈને હેરાન થઈ ગયા હતા. ખાસ વાત તો એ છે કે, પાર્સલના પૈસા ખુદ બાઈક માલિકને આપવા પડ્યા હતા. ખરેખર તો બાઈક ચોરી કરનાર શખ્સે પે ઓન ડિલીવરી હેઠળ બાઈક પાર્સલ કરી હતી. પાર્સ કંપનીએ માલિક સુરેશ કુમાર પાસેથી 1 હજાર રૂપિયા લીધા.

CCTV થી પકડાઈ ગઈ હતી ચોરી

સીસીટીવીથી જાણવા મળ્યુ કે, બાઈક ચોરી કરનાર ચા વાળાની દુકાન પર કામ કરતો હતો. આસપાસમાં લોકોએ સીસીટીવી જોયા બાદ આરોપીની ઓળખાણ કરી હતી. સારી વાત તો એ છે કે, તેણે પ્રામણિકતા સાથે બાઈક પરત પણ મોકલી દીધી.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!