GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

બાઈકને સેનેટાઈઝ કરાવી રહ્યો હતો વ્યક્તિ, અચાનક ભડકી ઉઠી આગ અને જુઓ શું થઈ ગયું…

સેનેટાઈઝ

ગુજરાતમાં એક વ્યક્તિ પોતાની બાઈકને સેનેટાઈઝર દ્વારા સાફ કરાવી રહ્યો હતો ત્યારે જ અચાનક બાઈકે આગ પકડી લીધી. સોશિયલ મીડિયા પર તોનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાઈક એટલી ઝડપથી આગની ઝપટમાં આવી ગઈ કે તેના પર બેઠેલા વ્યક્તિને કંઈ સમજવામો મોકો જ ન મળ્યો. તેણે બાઈક પરથી છલાંગ લગાવી દીધી અને તેનો જીવ બચી ગયો. જોકે આ ઘટના જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે.

સેનેટાઈઝ કરીને અંદર જવા દેવામાં આવતા હતા

આ ઘટના અમદાવાદના અરવિંદ મિલની છે. લોકડાઉનમાં છુટ મળ્યા બાદ મિલમાં ફરી કામ શરૂ થયું છે. ત્યાં જ કામ પર આવનાર લોકોની ગાડીઓને સેનેટાઈઝ કરીને મિલના અંદર જવા દેવામાં આવે છે. શનિવારે પણ મિલના કાર્મચારીઓ પોતાની બાઈક લઈને અંદર દાખલ થઈ રહ્યા હતા અને નિયમ અનુસાર સિક્યોરિટી ગાર્ડ તેમની બાઈક સેનેટાઈઝ કરી રહ્યા હતા.

સેનેટાઈઝ કરતા અચાનક બાઈકમાં આગ લાગી

સેનેટાઈઝ કરતા અચાનક બાઈકમાં આગ લાગી ગઈ અને તે ભડભડ કરતી સળગવા લાગી. આગ લાગવા પર વ્યક્તિએ સમજદારી બતાવતા તેના પરથી છલાંગ લગાવી દીધી જેના કારણે તેનો જીવ બચી ગયો. ત્યાં જ મિલના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે સેનેટાઈઝ કરતી વખતે બાઈક ચાલુ હોવાના કારણે આ ઘટના થઈ. ગાર્ડે જણાવ્યું કે સેનેટાઈઝરમાં આલ્કોહોલની માત્રા વધુ હોય છે અને તે જ્વલનશીલ પદાર્થ છે. માટે ચાલુ એન્જીનની સાથે સેનેટાઈઝ ન કરવું જોઈએ.

Read Also

Related posts

ખેડૂતે પત્ની સાથે મળી એવુ ગીત ગાયું કે બોલીવૂડના કલાકારો પણ મોઢામાં આંગળી નાખી ગયા

Nilesh Jethva

આ ATMમાં પૈસા ઉપાડવાના નહીં નાખવાના, બદલામાં મળશે પાણી-પુરી! જુઓ આ ગજબ મશીનનો Video

Arohi

OMG! જંગલમાં રીંછે પિતા-પુત્ર પર અચાનક કર્યો હુમલો, સંભળાવવામાં આવી અનોખી સજા કે જાણી થઈ જશો આશ્વર્યચકિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!