GSTV

VIDEO : બાકોડી ગામે બાઈક સાથે દંપત્તિ તણાયું, રાવલ ગામ ફરી બેટમાં ફેરવાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ આફત બન્યો છે. દેવભૂમિ દ્વારકાના બાકોડી ગામે પાણીના પ્રવાહમાં બાઇક તણાયુ હતુ. બાઇક સાથે એક પુરુષ અને મહિલા પણ તણાયા હતા. જો કે સ્થાનિકોએ દંપતિને બચાવી લીધા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમાંમાં પાણીની આવક થઇ છે. ભાણવડના વર્તુ 2 ડેમ, સાની તેમજ સોરઠી ડેમમાં પાણીની આવક થતા રાવલ ગામને એલર્ટ કરાયું છે. નગરપાલિકાએ જનતાને સાવચેત રહેવા સુચન કર્યુ છે. તો જામરાવલની શાળા વિસ્તારમાં લોકો હોડી દ્વારા અવરજવર કરતા નજરે પડ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. રાવલ ગામ ફરી બેટમાં ફેરવાયું છે.

ભાણવડમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફલો

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફલો થયો છે. દેવભૂમિ દ્રારકા અને પોરબંદર બંને જિલ્લાના 14 ગામને એલર્ટ કરાયા છે. જરૂર પડે તો સ્થળાંતર કરવાની લોકોને સુચના આપવામાં આવી છે. સમગ્ર વિસ્તારના નદીનાળા તેમજ કોઝવે પર જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.બીજી તરફ જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં સચરાચર વરસાદ વરસ્યો. લાલપુર તાલુકાના ભણગોર ગામે મુશળધાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!