GSTV

કારની ટક્કરને કારણે બાઇકનો નીકળી ગયો કચ્ચરઘાણ, અકસ્માતનો કમકમાટી ભર્યો વીડિયો થયો વાયરલ…

Last Updated on July 27, 2021 by Vishvesh Dave

વિશ્વમાં દરરોજ અનેક માર્ગ અકસ્માતો થાય છે. જ્યારે આ ઘટનાઓના વીડિયો સામે આવે છે ત્યારે કોઈના પણ હોશ ઉડવા એ એકદમ વ્યાજબી છે. તાજેતરમાં જ, એક કારે બાઇક પર સવાર બે મોટર સાયકલિસ્ટને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઇકને ટક્કર માર્યા બાદ કાર આગળ નીકળી ગઈ હતી અને કાર ચાલક તેની ટક્કરને કારણે ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિ જીવંત છે કે મરી ગઈ છે તે જોવા પણ ઉભો રહેતો નથી.

હવે આ જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના તમિળનાડુની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીંના સલેમ જિલ્લાના હાઇવે પર બે બાઇક સહીત યુવકો કલ્લાકુચીથી તેમના વતન પલાની તરફ જઈ રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તે એક ઝડપી કારના ચાલકની ભૂલનો શિકાર બન્યા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે યુવક થોડા અંતર સુધી રસ્તા પર ઘસડાયો હતો અને તેની બાઇક ખરાબ રીતે તૂટી ગઈ હતી.

વિડિઓ અહીં જુઓ-

આ અકસ્માતનો ભોગ બનેલા યુવકોના નામ અજિથ અને અરૂણ છે. કલ્લાકુરિચીનો અજિથ તેના મિત્ર અરુણ સાથે પલાણીથી વતન પરત જઇ રહ્યો હતો. પરંતુ કારે તેની બાઇકને સલેમ-કોઈમ્બતુર હાઇવે પર જોરદાર ટક્કર મારી હતી. આખી ઘટના ત્યાંથી પસાર થતી બીજી કારમાં સ્થાપિત કેમેરામાં કેદ થઈ ગઈ. વિડિઓમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રસ્તા પર બધું સામાન્ય થઈ રહ્યું હતું, પરંતુ તે પછી એક મોટરકાર પાછળથી આવીને આગળ નીકળવાના પ્રયાસમાં બાઇકને ટક્કર મારી હતી.

કાર ટકરાતાંની સાથે જ બાઇકનો કચ્ચરઘાણનીકળી ગયો હતો અને તેના પર સવાર બંને યુવકો રસ્તા પર પડી ગયા હતા. આમાંના એક યુવાન મૂર્છિત થઈ ગયો છે, બીજો તેની પાસે જાય છે અને તેને ઉઠાડવાનો પ્રયાસ કરે છે. આ અકસ્માત બાદ ત્યાં ઉપસ્થિત પસાર થતા લોકો તેમની મદદ માટે દોડી આવ્યા હતા. લોકો બંને યુવકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ છે.

ALSO READ

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!